3 to 4 days lockdown will come in Gujarat! Gujarat High Court directs Rupani to govt
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં 3થી 4 દિવસ લોકડાઉન આવશે! કોરોનાની સ્થિતિ અંગે ગુજરાત હાઈકોર્ટનું અવલોકન

ગુજરાતમાં 3થી 4 દિવસ લોકડાઉન આવશે! કોરોનાની સ્થિતિ અંગે ગુજરાત હાઈકોર્ટનું અવલોકન

 | 1:05 pm IST
  • Share

ગુજરાતમાં વધતાં કોરોના હાહાકાર વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આજે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને કોરોના મહામારીની હાલની પરિસ્થિતિને લઈને એક મોટો નિર્દેશ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે ગુજરાતમાં આગામી 3થી 4 દિવસ લોકડાઉનનો નિર્દેશ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે અવલોકન કરતા જણાવ્યું છે કે હાલની પરિસ્થિતિએ ગુજરાતમાં લોકડાઉનની જરૂર છે. એટલું જ નહીં, રાજ્યમાં જાહેર કાર્યક્રમો પર અંકુશ લાવવા કોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે. આ સિવાય રાજ્ય સરકારને કડક કાર્યવાહી કરીને કોરોનાને અટકાવવા જરૂરી પગલાં લેવા પણ નિર્દેશ કરાયો છે.

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠનો સરકારને નિર્દેશ કર્યો છે. જસ્ટિસે કહ્યું, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કર્ફ્યૂ લાદવા અને વીકએન્ડ કર્ફ્યૂ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે ટકોર કરી છે.

અત્રે નોંધનીય છે કે, ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ સરકાર હરકતમાં આવી ગઈ છે. હવે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનો વિસ્તૃત અભ્યાસ કરી ગુજરાત સરકાર આખરી નિર્ણય લેશે. ગુજરાત સરકારની હાઈપાવર કમિટીની બેઠકમાં ગુજરાતમાં લોકડાઉન અંગે હાઈકોર્ટના નિર્દેશ અંગે આખરી નિર્ણય કરાશે. તમને જણાવીએ કે ગુજરાત હાઈકોર્ટે આજે ગુજરાતની હાલની પરિસ્થિતિને જોતા વિકએન્ડ કર્ફ્યૂ બાબતે જરૂરી નિર્ણય લેવા માટે સરકારને ટકોર કરી હતી. જાહેર કાર્યક્રમો પર અંકુશ મૂકવા જણાવાયું છે.

અત્રે નોંધનીય છે કે, ગુજરાતના અનેક જિલ્લાઓ અને તાલુકાના ગામડાંઓ સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળી ગયા છે, ધડાધડ એક પછી એક જગ્યાએ લોકડાઉન આપવામાં આવી રહ્યું છે. ગુજરાતના મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂને કારણે ઉધોગ ધંધા અને નોકરીયાતોને મોટી અસર પહોંચી છે. ત્યારે ખુદ વેપારી એસોસિએશન પણ માની રહ્યા છે કે રાજ્યમાં વીકેન્ડ પર લોકડાઉન કરવું જોઈએ. આજે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી કોરોના સંક્રમણ અટકાવવા માટે આંશિક લોકડાઉન કરવામાં આવે એવી અપીલ કરી છે. ત્યારે ગુજરાત સરકારે પણ આ બાબતે ગંભીરતાથી વિચારણા શરૂ કરી દીધી છે. ગુજરાત હાઈકોર્ટે પણ સરકારને લોકડાઉન કરવા માટે જણાવી દેવાયું છે ત્યારે જાણવા મળી રહ્યું છે કે, આગામી બે-ત્રણ દિવસમાં ગુજરાતમાં વીકએન્ડ પર લોકડાઉન લાદવામાં આવે એવી શક્યતાઓ જણાઈ રહી છે.

અત્રે મહત્વનું છે કે, વધતા કોરોનાના કેસના કારણે દેશમાં આંશિક લૉકડાઉનની માંગ પ્રબળ બની રહી છે. આજે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનને PM મોદીને એક પત્ર લખ્યો હતો. જેમાં પીએમ મોદીને કોરોના સંક્રમણની ચેઈન તોડવવા જરૂરી નિર્ણયની માંગ કરી છે. રાજ્ય સહિત દેશમાં બિનજરૂરી મેળાવડા, સિનેમા, પ્રસંગો બંધ રાખવા પણ ઈન્ડિયન મેડિકલ એસોસિએશને જણાવ્યું છે. આ સિવાય 18 વર્ષ સુધીના તમામ લોકોને વેક્સિનેશન ઝડપી બનાવી તેમને આપવા માગ કરાઈ છે. ખાનગી હોસ્પિટલોમાં વેક્સિનેશનની મંજૂરીની માંગ ઉઠી છે.

ગુજરાતમાં મોટા ભાગના એસોસિયેશનો માની રહ્યાં છે કે અગાઉના લોકડાઉનને કારણે વેપાર-ધંધા આર્થિક અને માનસિક રીતે પડી ભાંગ્યા હતા. પરંતુ જો ગુજરાતમાં હાઈકોર્ટના નિર્ણય બાદ ગુજરાત સરકાર લોકડાઉન લાવશે તો ફરી વેપાર-ધંધા પર તેનો કેવો ફટકો પડશે તે વિચારવા માંડ્યા છે. વિવિધ એસોસિયેશનના હોદ્દેદારોએ તો સરકાર સુધી રજૂઆત પણ કરી છે કે શહેરમાં પાંચ દિવસ છૂટ આપી શનિવાર-રવિવાર કર્ફયૂ રાખવો જોઈએ. આ તમામ વાતો વચ્ચે હવે ગુજરાત સરકાર કોર્ટની ટકોર બાદ શું નિર્ણય લેશે તે આવનારો સમય દેખાડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુજરાત સરકારે લોકડાઉન નહીં આવે એવી જાહેરાત કરી છે. પરંતુ આજે ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ પછી પોતાના નિર્ણયમાં પીછેહઠ કરશે કે નહીં તે જોવાનું રહ્યું. આ રીતે લોકડાઉન જેવી સ્થિતિ બની શકે છે. ગુજરાતમાં પણ ધીમે ધીમે કોરોનાને કારણે વિકટ સ્થિતિ બની છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો