30 Killed after Bus and Truck between Accident in Punjab at Pakistan
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પાકિસ્તાન: બસ-ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, 30 લોકોના પ્રાણપંખેરૂં ઉડી ગયા, વિચલિત કરતી તસવીરો આવી સામે

પાકિસ્તાન: બસ-ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, 30 લોકોના પ્રાણપંખેરૂં ઉડી ગયા, વિચલિત કરતી તસવીરો આવી સામે

 | 1:27 pm IST
  • Share

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આજે બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા ભયંકર અકસ્માતમાં 30 લોકોના મોત થયા છે. તેમાં સ્ત્રીઓ અને બાળકો પણ સામેલ છે. જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમાંથી 4ની સ્થિતિ ગંભીર છે. આ અકસ્માત મુઝફ્ફરનગરના ડેરા ગાજી ખાનની નજીક તનુસા રોડ પર થયો.

મીડિયા રિપોર્ટસના મતે બસ પૂરપાટ ઝડપે દોડી રહી હતી. ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓફિસર ડૉ.નૈય્યર આલમે કહ્યું કે બસમાં 75 પેસેન્જર સવાર હતા. તેમાંથી મોટાભાગના મજૂર હતા. જે ઇદના તહેવાર પર રજા મનાવા ઘરે જઇ રહ્યા હતા. બસ સિયાલકોટથી રાજનપુર જઇ રહી હતી. આ વિસ્તારના કમિશ્નર ડૉ.ઇરશાદ અહમદે કહ્યું કે સ્થળ પર રાહત અને બચાવ ટીમ પહોંચી ગઇ હતી.

મૃતકોના મૃતદેહ અને ઘાયલોને ડેરા ગાજીખાન વિસ્તારની સરકારી હોસ્પિટલમાં મોકલ્યા છે. પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રાશિદે કહ્યું કે તેમની આ ઘટના પર સતત નજર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન