corona-update : 36 new cases of corona in Gujarat, 1 death
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં કોરોનાના નવા 36 કેસ, 1નું મોત

ગુજરાતમાં કોરોનાના નવા 36 કેસ, 1નું મોત

 | 8:31 pm IST
  • Share

  • આજે 16 દર્દીઓ કોરોનાથી સાજા પણ થયા
  • અમદાવાદમાં 10, વડોદરા 8, નવસારી 4 કેસ

ગુજરાત રાજ્યમાં આજે કોરોના પોઝિટિવના નવા 36 કેસ સામે આવ્યા છે. તેમજ આજે 16 દર્દીઓ કોરોનાથી સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,726 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચી ચુક્યો છે. આજે કુલ 3,42,151 ડોઝ રસીના આપવામાં આવ્યા હતા.

રાજ્યમાં એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો હાલ કુલ 331 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 326 સ્ટેબલ છે. 8,16,726 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. આજે વલસાડમાં 1 નાગરિકનું મોત થયું છે. તેમજ અમદાવાદ કોર્પોરેશનમાં 10, વડોદરા કોર્પોરેશન 8, નવસારી 4, સુરત કોર્પોરેશન 3, આણંદ, જામનગર અને મહેસાણામાં 2-2 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર કોર્પોરેશન, કચ્છ, સાબરકાંઠા, સુરત અને વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે.

કોરોના કેસો વધતા ડોકટરો હાલ સતત ચિંતામાં છે

દેશમાં ફરી એકવાર કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ કેસો વધતા ડોકટરો હાલ સતત ચિંતામાં છે. આ કેસો વધતા અમદાવાદ કોર્પોરેશને તૈયારી કરી છે અને શહેરમાં કોરોના ટેસ્ટિંગ માટે 40 જેટલા ડોમ શહેરમાં મુકવામાં આવ્યા છે. આ કોરોના ડોમમાં લોકો કોરોના ટેસ્ટિંગ કરાવી શકે છે. આ ડોમ શહેરમાં દરેક જગ્યાએ લગાવવામાં આવ્યા છે. જ્યાં એન્ટીજન્ટ અને આરટીપીસીઆર ટેસ્ટ થાય છે. આ સિવાય કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટરમાં પણ આરટીપીસીઆર ટેસ્ટ થાય છે.

દરરોજ સામાન્ય રીતે 9460 કીટો ફાળવવામાં આવે છે

ઉલ્લેખનિય છે કે દરેક મેડિકલ ડોમની અંદર વિસ્તાર મુજબ ટેસ્ટિંગ કીટ આપવામાં આવે છે. સામાન્ય રીતે દરેક ડોમમાં 75 એન્ટીજન્ટ અને 70 આરટીપીસીઆર કીટો ફાળવવામાં આવે છે. દરરોજ સામાન્ય રીતે 9460 કીટો ફાળવવામાં આવે છે. અને તેમાંથી ઉપયોગમાં લેવાયા અને બાકીની કીટો જમા કરાવવાની હોય છે. દરેક ડોમની અંદર એવરેજ 40*40 કુલ 1600 લોકો ટેસ્ટિંગ કરાવે છે. પરંતુ તેમાંથી કેટલા પોઝિટિવ કે નેગેટિવ આવે તેનો આંકડો આપવામાં આવતો નથી. કોંગ્રેસે આક્ષેપ લગાવતા કહ્યું છે કે આ રીતે આંકડાઓની માયાજાળ રચીને લોકોને સાચી પરિસ્થિતિ જણાવવામાં આવતું નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો