3RD TEST South Africa won by 7 wickets in CapeTown test
  • Home
  • Sports
  • Cricket
  • આફ્રિકામાં વિરાટ બ્રિગેડ ફેલ, ટેસ્ટ સિરીઝમાં ભારતની 2-1થી હાર

આફ્રિકામાં વિરાટ બ્રિગેડ ફેલ, ટેસ્ટ સિરીઝમાં ભારતની 2-1થી હાર

 | 5:24 pm IST
  • Share

  • દક્ષિણ આફ્રિકાએ કેપટાઉન ટેસ્ટ 7 વિકેટે જીતી

  • પ્રથમ ટેસ્ટમાં ભારતનો વિજય થયો હતો

  • બીજી ટેસ્ટમાં યજમાન ટીમે જીત મેળવી હતી

દક્ષિણ આફ્રિકાએ કેપટાઉન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને માત્ર ચાર દિવસમાં હરાવી દીધુ છે. ભારતીય ટીમે ટેસ્ટમાં યજમાન ટીમને 212 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં આફ્રિકાની ટીમે 3 વિકેટના નુકસાને 212 રન બનાવીને 7 વિકેટે મેચ જીતી લીધી છે.

ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 223 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા 210 રન જ બનાવી શકી હતી. આ પછી ભારતીય ટીમે બીજા દાવમાં 198 રન બનાવીને 212 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેનો પીછો કરતા કીગન પીટરસના 82 રનની મદદથી આફ્રિકાની મેચ જીતી લીધી.

શ્રેણીની પ્રથમ ટેસ્ટ ભારતીય ટીમે 113 રને જીતી હતી. આ મેચ સેન્ચુરિયનમાં રમાઈ હતી. આ પછી જોહાનિસબર્ગમાં રમાયેલી બીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાએ 7 વિકેટે જીત મેળવી હતી. હવે કેપટાઉન ટેસ્ટ જીતીને યજમાન આફ્રિકન ટીમે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી 2-1થી જીતી લીધી છે.

 

વિરાટ કોહલીની કપ્તાનીમાં ભારતીય ટીમ 2018 પછી બીજી વખત દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગઈ હતી અને આ વખતે ટીમને ઐતિહાસિક શ્રેણી જીતવાની દાવેદાર માનવામાં આવી રહી હતી. એબી ડી વિલિયર્સ, ફાફ ડુ પ્લેસીસ અને હાશિમ અમલા જેવા દિગ્ગજ બેટ્સમેનોની નિવૃત્તિને કારણે દક્ષિણ આફ્રિકાની ટીમ વધુ મજબૂત દેખાતી ન હતી, જ્યારે વિકેટ-કીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે પણ પ્રથમ ટેસ્ટ પછી નિવૃત્તિ લઈને આશ્ચર્યચકિત કર્યું હતું.

તો બીજી તરફ, ઘાતક ઝડપી બોલર એનરિક નોર્ખિયા ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. આવી સ્થિતિમાં ભારતીય ટીમની જીત આસાન માનવામાં આવી રહી હતી, પરંતુ ત્રણ અઠવાડિયામાં જ તમામ અટકળો અને દાવાઓ પર પાણી ફરી વળ્યું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો