4.75 crore Indian Truecaller data on sale for Rs 75,000?
  • Home
  • Technology
  • 4.75 કરોડ ભારતીય ટ્રુ કોલર યુઝર્સના ડેટા ડાર્ક વેબમાં 75,000માં વેચાય છે

4.75 કરોડ ભારતીય ટ્રુ કોલર યુઝર્સના ડેટા ડાર્ક વેબમાં 75,000માં વેચાય છે

 | 6:40 am IST

। નવી દિલ્હી ।

કોરોના વાઇરસની મહામારી વચ્ચે દુનિયામાં સાઇબર ક્રાઇમની ઘટનામાં વધારો થયો છે. હવે મોબાઇલ એપ ટ્રુ કોલર એપનો ઉપયોગ કરનારા ૪.૭૫ ભારતીયોનો ડેટા લીક થઇ ગયા હોવાનું ઓનલાઇન ઇન્ટેલિજન્સ ર્ફ્મ સાયબલે જણાવ્યું છે.  કેટલાક અન્ય રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે બેકર્સ ટ્રુ કોલરના લીક ડેટા વેચી રહ્યા છે. આ ડેટા ૭૫,૦૦૦ રૂપિયામાં ઓનલાઇન ખરીદી શકાય છે. જો કે ટ્રુ કોલરના પ્રવક્તાએ એક નિવેદનમાં ડેટા લીક થઇ ગયાનો ઇનકાર કર્યો હતો.

ફેન નંબર, જેન્ડર, શહેર અને ફેસબુક આઇડી સુદ્ધાં વેચાચાં  

ડેટા લીકેજનો પર્દાફશ કરનારી ઇન્ટેલિજન્સ ર્ફ્મ સાયબલે એક બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે અમારા રિસર્ચર્સને એક મોટો સેલરની જાણ થઇ છે, જે ૪૭૫ કરોડ ઇન્ડિયન ટ્રુ કોલર રેકોર્ડસ વેચી રહ્યો છે, જેની કિંમત ૧૦૦૦ ડોલર એટલે કે ૭૫,૦૦૦ રૂપિયા થાય છે. આ ડેટા ૨૦૧૯ના છે અને તેની ઓછી કિંમત પર કરોડો યૂઝર્સના ડેટા મળે એ આૃર્યજનક છે. ર્ફ્મે એમ પણ જણાવ્યું છે કે વેચાતા ડેટામાં ફેન નંબર, જેન્ડર, શહેર, મોબાઇલ નેટવર્કના નામથી લઇને ફેસબુક આઇડી પણ સામેલ છે.  યાદ રહે કે સાઇબર અપરાધીઓ ઉપર નજર રાખતી ઓનલાઇન ગુપ્તચર એજન્સી સાઇબલે હાલમાં જ ઘટસ્ફેટ કર્યો હતો કે સાઇબર અપરાધીઓએ લગભગ ૩ કરોડ ભારતીયોની ખાનગી જાણકારી ડાર્ક વેબ પર લીક કરી દીધી છે. કંપનીના મતે હેકર્સે નોકરી ઇચ્છતા લોકોનો ઓનલાઇન ડેટા પણ ડાર્ક વેબ પર લીક કર્યો છે, જેમાં તેમના ઘરનું સરનામું અને મોબાઇલ નંબર સહિત જાણકારી છે.

આ વીડિયો પણ જુઓ : નેપાળે પોતાના વિવાદીત નક્શા પર રોક લગાવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન