ગુજરાતમાંથી વિદાય લેતો કોરોના વાયરસ, અમદાવાદીઓ માટે સારા સમાચાર

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારી (Corona Epidemic)ના અંતનો પ્રારંભ થઇ ગયો છે. ભારતમાં વિશ્વના સૌથી મોટા રસીકરણની શરૂઆત થઇ ગઇ છે. ત્યાં જ ગુજરાતમાં પણ રસીકરણ (Vaccination) થઇ રહ્યું છે. ગત કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો આંક પણ સતત ઘટી રહ્યો છે. આજે કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કોરોના મહામારીના આંકડામાં ખુબ જ મોટો ઘટાડો નોંધાયો છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 410 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 410 Corona Positive Case In Gujarat). જ્યારે રાજ્યમાં વધુ 1 દર્દીએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4376 એ પહોંચ્યો છે. જ્યારે 704 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને 96.51 ટકાએ પહોંચ્યો છે.
24 કલાકમાં ગુજરાતમાં કોરોના કેસ#Gujarat #CoronaVirus #CoronaCases pic.twitter.com/qHvIRQ62Xz
— Sandesh (@sandeshnews) January 24, 2021
કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 89, સુરત કોર્પોરેશન 69, વડોદરા કોર્પોરેશન 65, રાજકોટ કોર્પોરેશન 45, વડોદરા 21, સુરત 16, રાજકોટ 14, કચ્છ 10, ભરૂચ 7, જુનાગઢ કોર્પોરેશન 7, દાહોદ 6, મહેસાણા 6, ગાંધીનગર 5, ગાંધીનગર કોર્પોરેશન 4, જૂનાગઢ 4, પંચમહાલ 4, સાબરકાંઠા 4, અમદાવાદ 3, જામનગર 3, જામનગર કોર્પોરેશન 3, મોરબી 3, પોરબંદર 3, અમરેલી 2, આણંદ 2, ભાવનગર કોર્પોરેશન 2, ગીર સોમનાથ 2, ખેડા 2, મહીસાગર 2, સુરેન્દ્રનગર 2, અરવલ્લી 1, છોટા ઉદેપુર 1, દેવભૂમિ દ્વારકા 1, નવસારી 1, વલસાડ 1 કેસ સામે આવ્યા છે.
કોરોનાની વૈશ્વિક મહામારીથી થતા મૃત્યુમાં હવે તેમા સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. ગુજરાતમાં આજે કોવિડ-19ના કારણે દમ તોડનાર દર્દીઓની સંખ્યા માત્ર એક નોંધાઇ છે. આરોગ્ય વિભાગે વિતેલા 24 કલાકમાં સારવાર હેઠળના 1 દર્દીઓના મોત થયાનું સ્વિકાર્યુ છે. આ મોત મહિસાગર જિલ્લામાં નોંધાયું છે. આમ ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4376 પહોંચ્યો છે. જોકે સારી વાત એ છે કે, ગત ગણા સમયથી અમદાવાદ શહેરમાં મોતના આંકડા લોકોને સતત ડરાવી રહ્યા હતા પરંતુ છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી, જે એક રાહતના સમાચાર છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,50,056 નાગરીકો સાજા થઈ ગયા છે. 4376ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 4665 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 48 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 4617 સ્ટેબલ છે.
આ વીડિયો પણ જુઓ : નરોડામાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં બબાલ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન