42,015 new cases were reported in the country in 24 hours
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • કોરોના સંક્રમણમાં ફરી અચાનક ઉછાળો, દેશમાં 24 કલાકમાં 42,015 નવા કેસ નોંધાયા

કોરોના સંક્રમણમાં ફરી અચાનક ઉછાળો, દેશમાં 24 કલાકમાં 42,015 નવા કેસ નોંધાયા

 | 8:55 am IST
  • Share

દેશમાં મંગળવારે કોરોનાના નવા દૈનિક કેસની સંખ્યા  ૩૦,૦૦૦ નજીક પહોંચી ગયા બાદ બુધવારે નવા સંક્રમિતોની સંખ્યામાં અચાનક ૧૨,૦૦૦ જેટલો તોતિંગ વધારો જોવા મળ્યો હતો. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા કેસની સંખ્યા ફરી ૪૨,૦૧૫ થઇ હતી. બુધવારે મહારાષ્ટ્ર સરકારે કોરોનાના કારણે થયેલા વણનોંધાયેલા નવા ૩૫૦૯ મોત ઉમેરતા દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલા મોતની સંખ્યા ૩૯૯૮ નોંધાઇ હતી. ભારતમાં કોરોના સંક્રમણનો પ્રારંભ કરનાર કેરળમાં કેસ ઘટવાનું નામ લઇ રહ્યાં નથી.

બકરી ઇદ નિમિત્તે નિયંત્રણોમાં આપેલી છૂટછાટ પર સુપ્રીમ કોર્ટની લપડાક ખાનારા કેરળમાં બુધવારે છેલ્લા દોઢ મહિનાના સૌથી વધુ ૧૭,૪૮૧ નવા કેસ સામે આવતાં સ્થિતિ ગંભીર બની છે. જૂનના પહેલા સપ્તાહ બાદ ફરી એકવાર કેરળમાં દૈનિક કેસની સંખ્યાએ ૧૭,૦૦૦ની સપાટી કુદાવી છે. રાજ્યમાં વધી રહેલા કેસના પગલે કેરળ સરકારે સપ્તાહાંતમાં રાજ્યભરમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. ૨૪ અને ૨૫ જુલાઇના રોજ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે અને ૧૦ ટકાથી વધુ પોઝિટિવિટી રેટ ધરાવતા જિલ્લાઓમાં શુક્રવારથી માસ ટેસ્ટિંગ શરૃ કરાશે. કોરોના સંક્રમણને ધ્યાનમાં લેતાં આંધ્રપ્રદેશ સરકારે રાજ્યમાં લાગુ કોરોના કરફ્યૂ ૩૦ જુલાઇ સુધી લંબાલી દીધો છે.

? ૪૨,૦૧૫ નવા કેસ ૨૪ કલાકમાં ? ૩૯૯૮ દર્દીનાં મોત ૨૪ કલાકમાં ? ૩૬,૯૭૭ દર્દી રિકવર ૨૪ કલાકમાં ? ૧૦૪૦ એક્ટિવ કેસ વધ્યા ૨૪ કલાકમાં ? ૩,૧૨,૧૬,૩૩૭ દેશમાં કુલ કોરોના કેસ ? ૪,૧૮,૪૮૦ મહામારીનો કુલ મૃતાંક ઔ? ૪,૦૭,૧૭૦ દેશમાં કુલ એક્ટિવ કેસ

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન