4700 units in Ahmedabad do not have Fire NOC, now action will be taken after the last notice
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં 4700થી વધારે એકમો પાસે ફાયર NOC નથી, હવે છેલ્લી નોટિસ બાદ થશે કાર્યવાહી

અમદાવાદમાં 4700થી વધારે એકમો પાસે ફાયર NOC નથી, હવે છેલ્લી નોટિસ બાદ થશે કાર્યવાહી

 | 10:20 pm IST
  • Share

રાજ્યમાં આગ લાગવાની ઘટનાઓમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. અમદાવાદ શહેરના અનેક એકમોને નોટીસ આપવા છતાં શહેરના 4700થી વધારે એકમ પાસે ફાયર NOC નથી.

આગ લાગે ત્યારે ફાયરબ્રિગેડની યાદ આવે પણ અત્યારે સ્થિતિ અલગ છે ફાયર NOC લેવા માટે ફાયર ઓફીસ ધમધમી ઉઠી છે. શહેરમાં ફાયર NOC વગર હજારો એકમ વર્ષોથી ધમધમી રહ્યા છે. તેમ છતાં શહેરમાં 4700થી વધારે એકમ એવા છે. જેમને અનેક નોટિસ આપવા છતાં ફાયર NOC નથી. આવા અલગ-અલગ એકમો અંગે વાત કરીએ તો…

એકમ કુલ યુનિટ NO NOC
રહેણાંક 3160 1876
રેસિડેન્ટલ કમ કોમર્શિયલ 1344 663
કોમર્શિયલ 1268 443
હોસ્પિટલ 1850 370
પેટ્રોલ પંપ 1850 370
મોલ સિનેમા ઘર 86 38
સ્કૂલ 2425 1353

આમ અમદાવાદ શહેરમાં આવેલ અલગ-અલગ એકમો પૈકી 50 ટકાથી વધારે એકમો પાસે વર્ષોથી ધમધમતા હોવા છતાં ફાયર NOC જ નથી. જોકે 4 વખત નોટિસ આપવા છતાં 4700 જેટલા યુનિટ NOC લેવા માગતા ના હોય તે રીતે વર્તી રહ્યા છે. શહેરના આવા એકમો હવે છેલ્લી નોટિસ આપવામા આવશે ત્યાર બાદ કાયદાકીય કાર્યવાહી સાહિતની ફોજદારી કામગીરી ફાયર વિભાગ કરશે. 3 દિવસમાં NOC આપવામા આવેલ નોટિસની વાત કરીએ તો શાળાઓ-219, હોસ્પિટલ-246, હાઇરાઈઝ-323 છે.

આમ સ્કૂલોમા હજારો બાળકો ભણવા જતા હોય છે તે સ્કૂલો જ NOC વગર ધમધમી રહી છે. તો બીજી બાજુ લોકો જ્યા રહે છે તેવી 1800થી વધારે યુનિટ જ આગમાં ધમધમી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન