5 injured in Mahesana group clash
  • Home
  • Featured
  • મહેસાણા: વડોસણમાં જૂથ અથડામણ, કોંગ્રેસ નેતા સહિત 12 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

મહેસાણા: વડોસણમાં જૂથ અથડામણ, કોંગ્રેસ નેતા સહિત 12 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

 | 6:22 pm IST
  • Share

મહેસાણા જિલ્લાના વડોસણમાં તાર ફેન્સિંગ કરવા જેવી નજીવી બાબતે બે જૂથો સામસામે આવી ગયા હતા. આ જૂથ અથડામણમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ આ મામલે પોલીસે 12 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મહેસાણા તાલુકાના વડોસણમાં તારનું ફેન્સિંગ કરવા મામલે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અંબાલાલ ઠાકોર અને કોંગ્રેસના નેતા અમૃતજી ઉર્ફે ભોપાજી ઠાકોરના જૂથો વચ્ચે ધારિયા અને લાકડી જેવા હથિયારોથી હિંસક અથડામણ થઈ હતી.

આ જૂથ અથડામણમાં 5 લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ આ મામલે બન્ને જૂથના મળીને કુલ 12 લોકો સામે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો