5 people dead in Nasik, Maharashtra due to suspicious disease
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • કોરોના હજુ ખત્મ નથી થયો, ત્યાં નાસિકમાં રહસ્યમયી બીમારીથી 5 લોકોના મોત

કોરોના હજુ ખત્મ નથી થયો, ત્યાં નાસિકમાં રહસ્યમયી બીમારીથી 5 લોકોના મોત

 | 1:57 pm IST
  • Share

મહારાષ્ટ્રના નાસિક શહેરમાં ચક્કર આવીને પડ્યા બાદ 11 લોકોના મોત થયા હોવાના સમાચાર થોડાક દિવસ પહેલા આવ્યા હતા. આ રહસ્યમયી બીમારીના કારણે શહેરના તમામ ડૉક્ટરો ચિંતિત હતા. હવે શહેરમાં એક નવી બીમારીથી 5 લોકોના મોત થયા છે. શહેરના અલગ વિસ્તારોમાં 5 લોકોના છાતીમાં દુ:ખાવાની ફરિયાદ બાદ મોત થયા છે. કોરોના મહામારીની વચ્ચે નાસિકમાં આ બીમારીથી થનારા મોતની ચર્ચા છે.

20 એપ્રિલના ચક્કર ખાઈને બેભાન થવાથી એક જ દિવસમાં 11 લોકોના મોત થયા હતા. આ પહેલાના અઠવાડિયામાં પણ 13 લોકોના આ પ્રકારે મોત થયા હતા. 15 એપ્રિલના પણ 9 લોકોના પણ આ અદ્રશ્ય બીમારીના કારણે મોત થયા હતા. બે અઠવાડિયામાં 24 લોકોના જીવ ગયા હતા. ખાસ વાત એ હતી કે આ બીમારોન શિકાર યુવા પણ થઈ રહ્યા હતા. આ બીમારીના કારણે કોઈનું રસ્તામાં ચાલતા મોત થયું હતુ તો કોઈનું ઘર પર ચક્કર આવવાના કારણે મોત થયું હતુ.

નાસિકની આ રહસ્યમયી બીમારીનું મૂળ કારણ ડૉક્ટરોને પણ સમજમાં નથી આવી રહ્યું. શરૂઆતના લક્ષણોને જોતા ડૉક્ટરોએ આને હીટ સ્ટ્રોકના કારણે મોત થયું હોવાનું ગણાવ્યું હતુ. જો કે આ મોતોની પાછળ અસલી કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ડૉક્ટરોએ ત્યારે નાગરિકોને એ અપીલ કરી હતી કે તેઓ ચક્કર આવવાની ઘટનાને હળવાશમાં ના લે. સાથે જ ઘરેથી બહાર નીકળવાના સમયે સંપૂર્ણ ધ્યાન રાખે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન