5 Year Old Indian-American Girls Sets World Record for Reading 36 Books
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પુસ્તકીયો કીડો: 5 વર્ષની ભારતીય મૂળની દીકરીએ ફટાફટ પુસ્તકો વાંચી સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

પુસ્તકીયો કીડો: 5 વર્ષની ભારતીય મૂળની દીકરીએ ફટાફટ પુસ્તકો વાંચી સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

 | 3:18 pm IST
  • Share

આખી દુનિયામાં પેરેન્ટસ નાનપણથી જ પોતાના બાળકોની અંદર પુસ્તક વાંચવાની આદત પાડે છે અને તેને સૌથી સારો મિત્ર બતાવે છે. ભારતીય-અમેરિકન મૂળની પાંચ વર્ષની છોકરી કિઆરા કૌરની પુસ્તકોની સાથે આ દોસ્તી એટલી સારી થઇ ગઇ હતી કે તેણે રેકોર્ડ બનાવી દીધો છે.

કિઆરાએ થોભ્યા વગર 105 મિનિટ એટલે કે બે કલાકમાં 36 પુસ્તકો વાંચીને વિશ્વ રેકોર્ડ બનાવી દીધો છે. કિઆરા પોતાના પરિવારની સાથે UAEમાં રહે છે.

માત્ર બે કલાકની અંદર આટલા પુસ્તકો વાંચવા માટે કિઆરાનું નામ લંડન વર્લ્ડ બુક રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સામેલ કરાયું છે. ખૂબ જ નાની ઉંમરથી જ કિઆરા પુસ્તકની ખૂબ શોખીન થઇ ગઇ હતી. પછી તે કારમાં હોય કે આરામ કરતી હોય તેના હાથમાં પુસ્તક હંમેશા હોય છે. એક દિવસ નર્સરી ટીચરે તેમની તન્મયતાની સાથે વાંચવાની આદતને જોઇ અને તેની ખૂબ પ્રશંસા કરી.

કિઆરાનું ડૉકટર બનવાનું સપનું

કિઆરાએ કહ્યું કે પુસ્તકો સાથે અભ્યાસ કરવો મારા માટે ખૂબ જ આનંદદાયક છે. તમે પુસ્તકને કયાંય પણ લઇ જઇ શકો છો. ફોન પર વાંચવા કે વીડિયો જોવામાં ત્યારે મુશ્કેલી પડે છે જ્યારે લાઇટ ના હોય. કિઆરાએ કહ્યું કે તેને એ પુસ્તક પસંદ છે જેમાં રંગીન ચિત્ર હોય છે અને મોટા-મોટા અક્ષરમાં છપાયેલ હોય છે. તેની પસંદગીના પુસ્તકોમાં સિન્ડ્રેલા, એલિસ ઇન વંડરલેન્ડ વગેરે સામેલ છે.

કિઆરાના દાદાજીએ તેની અંદર પુસ્તકો વાંચવાનો શોખ ઉભો કર્યો હતો. તેની માતા કહે છે કે કિઆરા મોટાભાગે વોટ્સએપ પર પોતાના દાદાજી સાથે કલાકો સુધી વાર્તા સાંભળતી રહે છે. તેની કિઆરાના વિકાસમાં ખૂબ અસર પડી છે. મોટી થઇને કિઆરાનું ડૉકટર બનવાનું સપનું છે. તો આખો પરિવાર કિઆરાની આ ઉપલબ્ધિથી ખૂબ જ ખૂબ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન