500 rupees currency notes are not fake details here
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • શું તમારી પાસે છે 500ની નોટ? RBIએ આપી મહત્વપૂર્ણ જાણકારી ફટાફટ ચેક કરી લો

શું તમારી પાસે છે 500ની નોટ? RBIએ આપી મહત્વપૂર્ણ જાણકારી ફટાફટ ચેક કરી લો

 | 11:11 am IST
  • Share

નોટબંધી બાદ ચલણમાં આવેલી 2,000 રૂપિયાની નોટો હવે ખૂબ જ ભાગ્યે જ જોવા મળી રહી છે, આવી સ્થિતિમાં બેન્કો અને એટીએમમાંથી પણ સૌથી વધુ 500 રૂપિયા (500 Rupees Note) નોટ ફરતી થઈ છે. હવે જો આપણે દેશની વર્તમાન મોટી નોટ વિશે વાત કરીએ, તો તે કદાચ ફક્ત 500 ની નોટ છે અને આપણે બધાને 500 રૂપિયાની નોટ જોવા મળશે, તેથી આ સમાચાર દરેક માટે મહત્વપૂર્ણ છે.

તમને જણાવી દઈએ કે આ દિવસોમાં 500 રૂપિયાની નોટ અંગેના એક સમાચાર સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યા છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 500 રૂપિયાની નોટ ન લેવી જોઈએ જેમાં લીલી પટ્ટી આરબીઆઈ ગવર્નરની સહીની નજીક નહીં પણ ગાંધીજીની તસવીરની નજીક છે.

જાણો શું છે હકીકત?

જ્યારે આની તપાસ કરવામાં આવી ત્યારે PIBFactCheckમાં આ સમાચાર નકલી હોવાનું બહાર આવ્યું છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર બંને નોટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને બંને નોટ્સ માન્ય છે. PIBFactCheck આ દાવાને બનાવટી ગણાવ્યો છે. તેથી જો તમારી પાસે ઉપર જણાવ્યા મુજબ આ 500 રૂપિયાની નોટ છે તો તમારે ગભરાવાની જરૂર નથી.

5,10 અને 100 ની જૂની નોટોને લઇ ઉડી હતી અફવા
નોંધનીય છે કે આ પહેલા પણ આવા કેટલાક દાવા કરવામાં આવ્યા છે જેને પાછળથી બનાવટી કહેવાયા હતા. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે 5, 10 અને 100 ની જૂની નોટો બંધ કરવામાં આવી રહી છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થવા માંડ્યાની સાથે જ પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો દ્વારા એક ટ્વિટ બહાર પાડવામાં આવ્યું, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે આરબીઆઈ દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. 5, 10 અને 100 ની જૂની નોટો બંધ થવા અંગેના તમામ સમાચાર બનાવટી છે. નવી અને જૂની બંને નોટો ચલણમાં રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન