54 lakh farmers in Gujarat cheated, fertilizer prices go up by 58%, burden of Rs 1400 crore
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગુજરાતના 54 લાખ ખેડૂતો છેતરાયા, ખાતરની કિંમતોમાં 58 % સુધી વધારો, રૂપિયા 1400 કરોડનો બોજો

ગુજરાતના 54 લાખ ખેડૂતો છેતરાયા, ખાતરની કિંમતોમાં 58 % સુધી વધારો, રૂપિયા 1400 કરોડનો બોજો

 | 6:55 am IST
  • Share

ખેતી માટે પાયાના ફોસ્ટેટિક ખાતરોની કિંમતોમાં કંપનીઓએ ૫૦થી ૫૮ ટકા સુધી વધારો કર્યો છે. ૧લી મેથી અમલમાં આવેલા કમરતોડ ભાવ વધારો જોઈને ગુજરાતના ૫૪ લાખ ખેડૂતો ફરીથી છેતરાયા છે. ફેબ્રુઆરીમાં પાલિકા- પંચાયતોની ચૂંટણી વખતે ગુજરાત સરકારે ભારત સરકારમા દબાણ કરીને ભાવ વધારો પાછો ખેંચાવ્યો હતો. હવે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પૂર્ણ થઈ છે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દોઢ વર્ષ પછી છે એટલે આ મુદ્દે ભાજપના નેતાઓ શાહમૃગવૃતી પર ઉતરી આવ્યા છે તેવો આક્ષેપ કરતા ખેડૂતોએ ભાવ વધારાને કારણે વાર્ષિક રૂ.૧૪૦૦ કરોડનું ભારણ વધશે એમ કહ્યુ હતુ.

ઈફ્કો, ક્રિભકો, GSFC, બિરલા બલવાન, આઈપીએલ, હિન્દકો, ટાટા સહિતની કંપનીઓ ખાતરનું ઉત્પાદન કરે છે. સરકારી, સહકારી અને ખાનગી ક્ષેત્રની આ કંપનીઓ દ્વારા ૧લી મેથી એક થેલી NPK ગ્રેડ-૨ ના રૂ.૧૯૦૦, NPK ગ્રેડ-૧ના રૂ.૧,૭૭૫, NPSના રૂ.૧,૩૫૦, એક્મો સલ્ફેડના રૂ.૭૩૫ કર્યા છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો વધારો હોવાનું અમરેલીના ખાંભા તાલુકાના વાંકિયા (ભાડ) ગામના ખેડૂત ભાનુભાઈ કોઠિયાએ સંદેશને જણાવ્યુ હતુ. GSFC એ ગુજરાત સરકારની માલિકીની કંપની છે, આ કંપનીએ પણ ભાવ વધારો ઝીંક્યો છે.

ભાનુભાઈએ કહ્યુ કે, ચૂંટણી પુરતો ભાવ વધારો સ્થગિત રખાવીને સરકારે ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે. પહેલાથી ગામોમાં કોરોનાને કારણે ખેડૂત પરીવારોની સ્થિતિ દારૂણ છે, માર્કેટયાર્ડો બંધ છે, હાથ ઉપર રૂપિયો નથી તેવામાં ૧૫ મેથી ખરીફ સિઝન માટે ખાતરની ખરીદી ખતરનાક સાબિત થશે.

સાચો ઉકેલ શું છે ?

ઈન્ટરનેશનલ માર્કેટમાં ફોસ્ફેટના રોમટિરિયલનો ભાવ વધ્યો છે, ડોલર સામે રૂપિયો નબળો પડયો પણ પડયો છે. આથી, કંપનીઓએ ભાવ વધારાનું કારણ આગળ ધર્યુ છે. અગાઉ જ્યારે પણ આવી સ્થિતિ આવતી ત્યારે ભારત સરકાર ખાતર ઉપરની સબસિડી વધારીને ખેડૂતો ઉપર આવતુ ભારણ અટકાવતી. ગુજરાત- મહારાષ્ટ્રના ખેડૂતો, સહકારી મંડળીઓ અને ડિલર્સ સબસિડી વધારવા માંગણી કરી રહ્યા છે.

ખાતરની ૫૦ કિલોની થેલી દીઠ થયેલો વધારો

પ્રકાર                   જુનો                    નવો                    વધારો 

ભાવ                    ભાવ

DAP                    ૧૨૦૦                 ૧૯૦૦                 ૭૦૦

NPK ગ્રેડ             ૧૧૭૫                 ૧૮૦૦                 ૬૧૫

APS                    ૯૨૫                    ૧૩૫૦                 ૪૨૫

પોટાશ                ૮૫૦                     ૧૦૦૦               ૧૫૦

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન