54 percent of the world's schools begin classroom education
  • Home
  • Corona
  • વિશ્વની 54 ટકા શાળામાં વર્ગખંડ શિક્ષણ શરૂ

વિશ્વની 54 ટકા શાળામાં વર્ગખંડ શિક્ષણ શરૂ

 | 6:28 am IST
  • Share

  • 10 ટકા શાળાઓમાં રિમોટ ઇન્સ્ટ્રક્શન પદ્ધતિથી શિક્ષણ આગળ વધી રહ્યું છે 
  •  વિશ્વના 33 ટકા દેશો જ શિક્ષકોના રસીકરણને અગ્રિમતા આપી રહ્યા છે 
  • કોવિડ-19 ગ્લોબલ એજ્યુકેશન રિકવરી ટ્રેકર પરના ડેટા પ્રમાણેની સ્થિતિ 

કોવિડ-19 મહામારીને કારણે વિશ્વભરની શાળાઓને બંધ રાખવાની ફરજ પડયાના 19 મહિના પછી વિશ્વભરની માત્ર અડધોઅડધથી વધુ શાળાઓમાં જ વર્ગખંડમાં શિક્ષણકાર્ય શરૂ થયું છે, જ્યારે 34 ટકા શાળાઓમાં ઓનલાઇન અને ઓફલાઇન એમ બંને પ્રકારે શિક્ષણકાર્ય શરૂ થયું છે. કોવિડ-19 ગ્લોબલ એજ્યુકેશન રિકવરી ટ્રેકર પરનો ડેટા આ હકીકત સામે લાવે છે. જોન હોપકિન્સ યુનિર્વિસટી, વિશ્વ બેન્ક અને યુનિસેફ દ્વારા સંયુક્તપણે આ ટ્રેકર લોન્ચ થયું છે. 200 જેટલા દેશોમાં નીતિ નિર્ધારકોને નિર્ણયો લેવામાં મદદ કરે અને રાબેતા મુજબની સ્થિતિ બહાલ કરવાના આયોજનમાં મદદરૂપ થાય તે હેતુસર આ ટ્રેકર લોન્ચ થયું છે. ટ્રેકરના ડેટા મુજબ વિશ્વની 80 ટકા શાળાઓમાં નિયમિત શિક્ષણકાર્ય શરૂ થઇ ચૂક્યું છે. 34 ટકા શાળાઓમાં ઓનલાઇન અને ઓફલાઇન એમ મિશ્ર પદ્ધતિથી શિક્ષણકાર્ય શરૂ થયું છે. 10 ટકા શાળાઓમાં રિમોટ ઇન્સ્ટ્રક્શન પદ્ધતિથી શિક્ષણ આગળ વધી રહ્યું છે તો 2 ટકા શાળાઓ વિદ્યાર્થીને ઇન્સ્ટ્રક્શન પણ આપતી નથી. વિશ્વ બેન્કે અહેવાલ જારી કરીને શાળાઓ ફરી શરૂ કરવાની તરફેણ કરતાં શાળા હજી લાંબા ગાળા સુધી બંધ રાખવા સામેના જોખમો સમજાવવા પ્રયાસ કર્યો છે.

53 ટકા દેશો શિક્ષકોના વેક્સિનેશનને અગ્રિમતા આપી રહ્યા છે 

વિશ્વ બેન્કની શિક્ષણ ટીમ દ્વારા તૈયાર થયેલા અહેવાલમાં જણાવ્યા મુજબ વિશ્વના 33 ટકા દેશો જ શિક્ષકોના રસીકરણને અગ્રિમતા આપી રહ્યા છે. વિશ્વ બેન્કે ભલામણ કરી છે કે શાળાઓને ફરી શિક્ષણકાર્ય માટે ખુલ્લી કરતાં પહેલાં જ્યાં શક્ય હોય ત્યાં શિક્ષકોના રસીકરણને અગ્રિમતા અપાવી જોઇએ. જ્યાં આ બાબત શક્ય ના હોય ત્યાં સંક્રમણ સામે રક્ષણના પૂરતા પગલાં લેવા જોઇએ. 

સંક્રમણથી બચવાના સાદા અસરકારક ઉપાયો 

 મોટાભાગના દેશોમાં આગામી કેટલાય મહિના સુધી વ્યાપક રસીકરણ થઇ જાય તે સંભવ નથી અને તમામ શિક્ષકોનું રસીકરણ થઇ જાય ત્યાં સુધી બાળકોના હિતોના જોખમે શાળાઓને બંધ રાખવાનો નિર્ણય સંક્રમણને ઘટાડવામાં કાંઇ મોટા ફાયદાકારક રહે તેમ પણ નથી. તે સંજોગોમાં આવા સાદા અને સસ્તા ઉપાયો અજમાવીને શાળામાં સંક્રમણને અટકાવી શકાય.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો