6 August 2020 : Top Headline Till 12 PM
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • [email protected]: અમદાવાદ શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં 8 કોરોના દર્દી ભડથું, મુંબઇમાં જળબંબાકાર

[email protected]: અમદાવાદ શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં 8 કોરોના દર્દી ભડથું, મુંબઇમાં જળબંબાકાર

 | 11:58 am IST
  • Share

અમદાવાદ શહેરના નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલમાં લાગેલી ભયાનક આગ મામલે હાલ એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે. આ ઘટનામાં 8 કોરોના દર્દીઓના મોત થતાં હાહાકાર મચી ગયો છે. આ ઘટનાને લઇ હાલ કેટલાંય રહસ્યોમાં ખુલાસા થઇ રહ્યા છે. તો બીજીબાજુ મુંબઇમાં વરસાદે હાહાકાર મચાવી દીધો છે સહિતના અગત્યના સમાચાર વાંચવા માટે કરો ક્લિક.

વધુ વાંચવા કરો ક્લિક-1: ગોઝારો દિવસ: અ’વાદની શ્રેય હોસ્પિટલમાં મોટી હોનારતમાં 8 દર્દીઓ ભૂંજાયા, PMએ CM- મેયર સાથે વાત કરી

અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ માટે ફાળવાયેલી શ્રેય હોસ્પિટલમાં ગત મોડીરાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ ફાટી નીકળતા અફડા તફડીનો માહોલ સર્જાયો છે. આ ઘટનામાં આઈસીયુમાં દાખલ કોરોનાના 8 દર્દીઓના કરૂણ મોત નિપજ્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ કેવી રીતે લાગી હતી? અને ક્યા કારણોસર કોરોના દર્દીઓ જીવતા ભૂંજાયા

શ્રેય હોસ્પિટલમાં વહેલી સવારે જ્યારે આગ લાગી હતી ત્યારે આગ કઈ રીતે લાગી તે સૂત્રો પાસેથી વિગતવાર માહિતી મળી હતી. શ્રેય હોસ્પિટલના ICU વોર્ડમાં 8 જેટલા દર્દીઓ અને બે કર્મચારીઓ PPE કીટ પહેરીને હાજર હતા. રાતે 4 વાગ્યાની આસપાસ એક બેડ પાસે કોઈ કારણસર શોર્ટસર્કિટ થયું હતું અને મહિલા દર્દીના વાળમાં આગ લાગી હતી

વધુ વાંચવા કરો ક્લિક-3:  મુંબઇ: 46 વર્ષ બાદ ભયંકર વરસાદ, આંખોમાં આંસુ અને ભયના ઓથારની તસવીરો વાયરલ

મુંબઇમાં મૂશળધાર વરસાદે ફરી એકવખત કહેર વરસાવ્યો છે. છેલ્લાં બે દિવસથી ચાલી રહેલા વરસાદે બુધવારના રોજ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ભારે પવન અને વરસાદના લીધે મુંબઇનું જનજીવન પ્રભાવિત થયું હતું.

વધુ વાંચવા કરો ક્લિક-4: કાશ્મીરમાં આતંકવાદીઓએ BJP નેતાની ગોળી મારી કરી હત્યા

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સરપંચ સજ્જાદ અહમદ ખાંડેની આતંકવાદીઓએ ગોળી મારી હત્યા કરી દીધી. તેમણે હોસ્પિટલમાં જ છેલ્લાં શ્વાસ લીધા. તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા પણ હતા. આની પહેલાં જૂન મહિનામાં કાશ્મીરી પંડિત સરપંચ અજય પંડિતાની હત્યા કરી દેવાઇ હતી.

વધુ વાંચવા કરો ક્લિક-5: દુનિયાને કોરોના આપનાર ચીનમાં વધુ એક વાયરસના કહેરથી ફફડાટ

કોરોના સંકટની વચ્ચે ચીનથી આવેલા સમાચારે દુનિયાને એક વખત ફરીથી ડરાવી દીધું છે. ચીનમાં બીજા એક સંક્રમણથી બીમારી ફેલાય રહી છે. અત્યાર સુધીમાં આ બીમારીથી સાત લોકોના મોત થઇ ચૂકયા છે અને 60થી વધુ સંક્રમિત કહેવાય છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: કોરોના કાળમાં પતંજલિની ‘કોરોનિલ’ની જબ્બર માગ, બાબા રામદેવે કહ્યું- ડિમાન્ડને પહોંચી વળતાં નથી

કોરોનાની મહામારી વચ્ચે સમગ્ર વિશ્વ તેની વેક્સિન શોધવાના પ્રયાસ કરી રહ્યું છે. તેવામાં ગત દિવસોમાં યોગગુરુ બાબા રામદેવે કહ્યું હતું કે, પતંજલિ આયુર્વેદની તરફથી તૈયાર કરવામાં આવેલ કોરોનિલ દવા ખુબ જ કારગર છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: ફરાર રિયા પોતાના ઘરે આવી પરત, 7 ઓગસ્ટે ED દ્વારા કરવામાં આવશે પૂછપરછ

સુશાંત મામલામાં એક્ટ્રેસ રિયા ચક્રવર્તીની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી તો માત્ર પોલીસ જ રીયાની પૂછપરછ માટે બોલાવવા માંગતી હતી. પરંતુ હવે તો ઈડીએ પણ અભિનેત્રી સાથે પૂછપરછ કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ આ વચ્ચે એ સવાલ દરેકના મનમાં થઈ રહ્યો છે કે આખરે રિયા ચક્રવર્તી ક્યાં છે ? પટના પોલીસ સતત રિયાને  ફરાર બતાવી રહી છે.  

વધુ વાંચવા કરો ક્લિક-8: તો શું આ હશે હાર્દિક પંડ્યાનાં બેબીનું નામ? ભાભીએ આપેલી પાર્ટીમાં થયો ખુલાસો!

હાર્દિક પંડ્યા પિતા બન્યો ત્યારથી તેના બાળકનાં નામ અંગે લોકોમાં ખાસ્સી ઉત્સુકતા છે. પિતા બનેલો હાર્દિક હાલ સોશિયલ મીડિયમાં ખુબ જ એક્ટિવ થઈ ગયો છે. અને નતાશા સાથે બેબીના ફોટોસ સતત સોશિયલ મીડિયામાં શેર કરતો હોય છે. તેવામાં હાર્દિક પોતાના બેબીને લઈ હોસ્પિટલથી ઘરે આવ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: ટ્વીટરે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો, આ એકાઉન્ટ બ્લોક કરી દેતાં ચકચાર મચી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ટ્વીટરના સખ્ય નિયમોનાં શિકાર બન્યા છે. ડોનાલ્ટ ટ્રમ્પે ચૂંટણી પ્રચાર માટે ટ્વીટર પર એકાઉન્ટ બનાવ્યું હતું. પણ આ એકાઉન્ટને ટ્વીટરે બ્લોક કરી દીધું છે. 

વધુ વાંચવા કરો ક્લિક-10: કેતુ કરશે ધન રાશિમાં ગોચર, આગામી મહિનો 12 રાશિઓ માટે કેવો રહેશે શુભ કે અશુભ

કેતુ ગ્રહ આગામી મહીને 23 સપ્ટેમ્બરે ધન રાશિમાં ગોચર કરી રહ્યો છે. કેતુનું ગોચર આ વર્ષે મોટી જ્યોતિષીય ઘટનાઓમાંથી એક છે. કેતુના આ ગોચરની અસર દરેક રાશિઓ પર પડશે. આ પ્રભાવ શુભ-અશુભ રૂપમાં હોય શકે છે. વૈદીક જ્યોતિષમાં કેતુ ગ્રહને એક છાયા ગ્રહ છે. આ મોક્ષ, અધ્યાત્મા અને વૈરાગ્યનો કારક છે અને એક રહસ્યમયી ગ્રહ છે. જેથી જ્યારે કેતુ કોઇ વ્યક્તિની કુંડલીમાં શુભ હોય છે તો તે વ્યક્તિની કલ્પના શક્તિને અસીમ કરી દે છે. આવો જાણીએ કેતુના આ ગોચરની તમારા જીવન પર શું પ્રભાવ પડશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન