6 feet 9 inch woman has worlds second longest pair of legs
  • Home
  • Featured
  • PHOTOS: આ છોકરીના પગની ઉંચાઈ છે ખતરનાક, દેખાવમાં પણ મોડેલથી કંઈ ઓછી નથી!

PHOTOS: આ છોકરીના પગની ઉંચાઈ છે ખતરનાક, દેખાવમાં પણ મોડેલથી કંઈ ઓછી નથી!

 | 7:43 pm IST

ભારતીય રેસલર ‘ધ ગ્રેટ ખલી’ ની ઉંચાઈ 7 ફુટ 1 ઇંચ છે. એક છોકરી છે જેની ઉંચાઈ તેના કરતા માત્ર બે ઇંચ ટૂંકી છે. તે 6 ફૂટ 9 ઇંચની છે. રિપોર્ટ અનુસાર તે સૌથી લાંબી પગ ધરાવનારી વિશ્વની બીજી મહિલા છે. આને કારણે તેમને કપડાં અને ચપ્પલ ખરીદવામાં ઘણી મુશ્કેલી પડે છે. 29 વર્ષીય આ છોકરીના પગની લંબાઈ કમરથી હીલ સુધી 52.8 ઇંચ છે. મૂળ મોંગોલિયાની Rentsenkhorloo હાલમાં અમેરિકાના શિકાગોમાં રહે છે. તે એવા પરિવારમાંથી છે જેમાં દરેક લોકો ઉંચા છે. તેના પિતાની ઉંચાઈ 6 ફુટ 10 ઇંચ છે, પછી તેની માતાની ઉંચાઈ 6 ફુટ 1 ઇંચ છે.

આટલી લાંબી ઉંચાઇને કારણે તેની મજાક પણ કરવામાં આવી હતી. પરંતુ આ મોડેલને તેની ઉંચાઈ પર ગર્વ છે! તેમનું માનવું છે કે ઉંચા થવું પણ ‘સુંદર’ છે. તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે-જ્યારે હું નાની હતી ત્યારે મને મારી ઉંચાઇ જોઈને ખરાબ લાગતું. ઘણા લોકો મારી પર ખરાબ કોમેન્ટ પણ કરતાં, પરંતુ હવે લાગે છે કે હું અજોડ છું, તેથી મને સારું લાગે છે. છેલ્લા 15 વર્ષથી મે મારી ઉંચાઇને પસંદ કરવાનું શરૂ કરું છું અને હું મારા શરીર અને લાંબા પગથી પણ ખુશ છું.

Rentsenkhorloo આગળ કહે છે, ‘ઘણા લોકો મને પૂછે છે: શું તમે મોડેલ છો? જ્યારે તેઓ આ પ્રશ્ન પૂછે ત્યારે મને ગમે છે. હું પાર્ટ ટાઇમ મોડેલિંગ કરું છું, હાલમાં હું એક બ્રાન્ડ સાથે સંકળાયેલી છું જે ઉંચી છોકરીઓ માટે લેગિંગ્સ બનાવે છે. ઉંચું હોવું પણ સુંદર છે. આવી સ્થિતિમાં તમે પણ અન્ય લોકોથી જુદા દેખાશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન