60 coronavirus patients die in 15 days in Kamaliwada village of Patan district
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ગુજરાતના આ ગામને કોરોનાએ લીધુ બાનમાં, 15 દિવસમાં 60 દર્દીના મોતથી હાહાકાર

ગુજરાતના આ ગામને કોરોનાએ લીધુ બાનમાં, 15 દિવસમાં 60 દર્દીના મોતથી હાહાકાર

 | 4:32 pm IST
  • Share

સમગ્ર ગુજરાતમાં જે રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે સાથે પાટણ જિલ્લામાં પણ દિન પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. પાટણ જિલ્લામાં રોજે રોજ સરેરાશ 170થી વધુ કેસો નોંધાઇ રહ્યા છે અને જિલ્લાની તમામ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં બેડ પણ ફૂલ થઈ ચૂક્યા છે સાથે ખાનગી હોસ્પિટલમાં પણ બેડ ફૂલ થઈ ચૂક્યા છે. જેથી કોઈ પણ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીઓને બેડ નથી મળી રહ્યા. સાથે સમગ્ર જિલ્લામાં ઓક્સિજનની પણ અછત વર્તાઈ છે. જેથી દર્દીઓના ઓક્સીજનના અભાવે મોત થઈ રહ્યા છે.

પાટણ જિલ્લામાં સંખારી ગામ ખાતે એક માત્ર ઓક્સીજન પ્લાન્ટ આવેલ છે જે પ્લાન્ટ પરથી સમગ્ર જિલ્લાની સરકારી કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન પૂરો પાડવામાં આવે છે. પણ ઓક્સીજનની ડિમાન્ડ વધતા ઓક્સીજન ઓછો પડી રહ્યો છે. હાલ સમગ્ર જિલ્લામાં કોવિડ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત ઉભી થવા પામી છે તો સાથે જિલ્લામાં હોમ આઇસોલેટમાં પણ 1500 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને તેમાંથી પણ અમુક દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત ઉભી થવા પામી છે અને પોતાના દર્દીઓને ઓક્સિજન મળી રહે તે માટે જિલ્લાના એક માત્ર ઓક્સીજન પ્લાન્ટ પર કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. એક બોટલ ઓક્સિજનની રાહ જોઈને તેમ છતાં દર્દીને ઓક્સિજન ન મળતા મોત નિપજી રહ્યા છે. અત્યારે સંખારી ખાતેના પ્લાન્ટ પર ઓક્સીજન મેળવવા માટે આશરે 2થી ત્રણ કિલોમીટર લાંબી-લાંબી લાઇનો છે.

પાટણ જિલ્લામાં કમલીવાડા ગામમાં છેલ્લા 15 દિવસમાં ઓક્સિજનના અભાવે 60થી વધુ દર્દીઓના મોત નિપજ્યા છે. તેવો આક્ષેપ ઓક્સિજન મેળવવા આવેલ દર્દીના સ્વજનો કરી રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે, કમલીવાડા ગામને કોરોનાએ બાનમાં લઇ લીધુ હોય તેવું લાગી રહ્યું છે. અને ગામમાં ટપોટપ લોકો મોતને ભેટી રહ્યા છે.

આ વીડિયો પણ જુઓ : સીરમ ઇન્સ્ટિટ્યુટના વડાનું ચોંકાવનારું નિવેદન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન