7.5 lakh government employees in Odisha 7th central pay commission dearness allowance hike
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • 20 હજાર પગારવાળા સરકારી કર્મચારીઓને રૂ.9000નો વધારો મળશે

20 હજાર પગારવાળા સરકારી કર્મચારીઓને રૂ.9000નો વધારો મળશે

 | 4:17 pm IST
  • Share

  • સરકારી કર્મચારીઓ અને પેંશનરો માટે સારા સમાચાર
  • 7.5 લાખ સરકારી કર્મચારીઓને ઓડિશા સરકારની ભેટ
  • કેન્દ્રીય કર્મચારીઓ માટે 7માં પગાર પંચની જાહેરાત

ઓડિસાના 7.5 લાખ સરકારી કર્મચારીઓ અને પેંશનરો માટે સારા સમાચાર છે. તહેવારો પહેલા તેમના મોંઘવારી ભથ્થા (Dearness Allowance, DA) અને મોંઘવારી રાહત (Dearness Relief, DR)માં વૃદ્ધિની જાહેરાત થઇ ગઇ છે. રાજ્ય સરકારે તેમના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કર્યો છે. આ વધારો 1 જુલાઇ 2021થી લાગુ થશે.

DA અને DRમાં વૃદ્ધિ પર લાગેલી રોકને હટાવી

મુખ્યમંત્રી કાર્યાલયથી મળતી જાણકારી અનુસાર, સરકારી કર્મચારીઓ અને પેંશનરોના DA અને DRમાં વૃદ્ધિ પર લાગેલી રોકને હટાવી લેવામાં આવી છે. હવે તેમને પણ DA અને DR મળશે. જેની ચૂકવણી ઓક્ટોબરમાં થવાનું અનુમાન છે. સીએમ ઓફિસ અનુસાર, સરકારી કર્મચારીઓને 3 મહિનાનું એરિયર કેશમાં મળશે. આ નિર્ણયથી સાડા ત્રણ લાખ કર્મચારીઓને લાભ મળશે.

AG ઓફિસ બ્રધરહુડના પૂર્વ અધ્યક્ષ અને ઓલ ઇન્ડિયા એકાઉન્ટ્સ અને ઓડિટ કમિટીના જનરલ સેક્રેટરી હરિશંકર તિવારી અનુસાર, મોંઘવારી ભથ્થામાં તેમનું મકાન ભાડું (House Rent Allowance, HRA), યાત્રા ભથ્થુ (Transport Allowance, TA) પણ વધી જશે. 7માં પગાર પંચના Pay Matrix અનુસાર દરેક લેવલના કર્મચારીના પગારમાં અલગ-અલગ વધારો થશે.

સેલેરીમાં 9000 રૂપિયા મહિનાનો વધારો

હરિશંકર તિવારી અનુસાર, જેમની બેસિક સેલેરી 20 હજાર રૂપિયા છે. તેમના Da, Hra, Ta મેળવી સેલેરીમાં 9000 રૂપિયા મહિનાનો વધારો થશે. જેમા DAનું કેલકુલેશન 28 ટકાના હિસાબે કરવામાં આવ્યું છે. HRA અને TA પણ આ દરે નીકાળવામાં આવ્યા છે. હરિશંકર તિવારી અનુસાર, કેન્દ્રીય કર્મચારીઓને 7th Pay Commission અંતર્ગત Dearness allowance, Travel allowance, House rent allowance, Medical Allowance, Education Allowance અને બીજા અન્ય ભથ્થા મળશે. હરિશંકર તિવારી અનુસાર, કેન્દ્રીય કર્મચારીઓને 1 જાન્યુઆરી 2016થી 7માં વેતન આયોગનો ફાયદો મળી રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો