8 Lions Show Covid-19 Symptoms at Nehru Zoological Park
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • જંગલના રાજા સિંહમાં પણ કોરોના ઘુસ્યો, ભારતમાં 8 સિંહોમાં દેખાવા વાયરસના લક્ષણો

જંગલના રાજા સિંહમાં પણ કોરોના ઘુસ્યો, ભારતમાં 8 સિંહોમાં દેખાવા વાયરસના લક્ષણો

 | 9:35 pm IST
  • Share

કોરોના વાયરસની બીજી લહેરમાં માણસ તો હેરાન પરેશાન તો છે જ પણ હવે જંગલના રાજા સિંહને પણ કોરોના પજવવા લાગ્યો છે. ભારતમાં એશિયાટીક સિંહો કોરોનાગ્રસ્ત થતા ભલભલા ચોંકી ઉઠ્યાં છે. હૈદરાબાદ ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં 8 સિંહો કોરોના પોઝિટિવ જણાઈ આવ્યા છે.  

હૈદરાબાદના નેહરુ જૂલોજિકલ પાર્કમાં 8 એશિયાઇ સિંહોમાં પણ કોરોનાના લક્ષણો દેખાયા હતા. 29 એપ્રિલે સેન્ટર ફોર સેલ્યુલરક એન્ડ મૉલેક્યુલર બાયોલોજી (CCMB)એ નેહરુ જૂલોજિકલ પાર્કના અધિકારીઓને જણાવ્યું કે. આરટી-પીસીઆર ટેસ્ટમાં 8 સિંહોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. જો કે આ અંગે અધિકારીઓ દ્વારા કોઇ પણ પ્રકારની પૃષ્ટી કરવામાં આવી નથી.

પ્રાણી સંગ્રહાલયના નિર્દેશક ડો સિદ્ધાનંદ કુકરેતીએ પોતે કહ્યું હતું કે, સિંહોએ કોરોનાનાં ચિહ્નો દેખાયા છે. એ સાચું છે કે સિંહોમાં કોરોનાનાં લક્ષણો જોવા મળ્યા છે. પરંતુ આ સિંહોના સીસીએમબી પાસેથી અમને આરટી-પીસીઆર રિપોર્ટ મળવાનો બાકી છે. રિપોર્ટ આવ્યા પછી જ આ અંગેની માહિતી આપવામાં આવશે.

જોકે વન્યપ્રાણી સંશોધન અને તાલીમ કેન્દ્રના ડાયક્ટર ડો.શિરીશ ઉપાધ્યાયે આ વાતને ફગાવી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, બ્રોન્ક્સ ઝૂમાં કોરોનો વાયરસ માટે આઠ વાઘ અને સિંહોનું પરીક્ષણ કર્યા પછી આવો કોઈ રિપોર્ટ બહાર આવી નથી. જો કે, હોંગકોંગમાં કૂતરા અને બિલાડીઓમાં વાયરસ જોવા મળ્યો હતો, એમ તેમણે જણાવ્યું હતું.

સિંહોમાં ભૂખ, વહેતું નાક, અને સિંહોમાં ખાંસી સહિતના સિંહોમાં કોરોનો વાયરસ જેવા લક્ષણો જોતાં સિંહોએ કોરોનાનાં ચિહ્નો બતાવ્યા ત્યારે NZPના અધિકારીઓએ પરીક્ષણ કરવાનું નક્કી કર્યું. 12 સિંહોનું પરીક્ષણ કરાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન