80 cr people in world and 14% in India facing Mental Health Issue
  • Home
  • Featured
  • દુનિયામાં 80 કરોડ અને ભારતમાં 14 ટકા લોકો માનસિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે

દુનિયામાં 80 કરોડ અને ભારતમાં 14 ટકા લોકો માનસિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે

 | 7:40 am IST
  • Share

  •  સમગ્ર દુનિયામાં 15 થી 29 વર્ષની ઉંમરના યુવાનોમાં મોતનું સૌથી મોટું કારણ આત્મહત્યા

  • યુવાનોની આત્મહત્યા પાછળનું સૌથી વધારે ડિપ્રેશન 

  • રોજીંદી આદતોમાં ફેરફાર કરીને પણ મેન્ટલ હેલ્થને સુધારી શકાય

     

વિશ્વ આરોગ્ય સંસ્થા ના એક અહેવાલ મુજબ દુનિયાભરમાં લગભગ 80 કરોડ લોકો કોઇને કોઇ પ્રકારની માનસિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સમગ્ર દુનિયામાં 15 થી 29 વર્ષની ઉંમરના યુવાનોમાં મોતનું સૌથી મોટું કારણ આત્મહત્યા છે.

યુવાનોની આત્મહત્યા પાછળનું સૌથી વધારે ડિપ્રેશન જવાબદાર છે. નિષ્ણાતો કહે છે કે, ઓછી અથવા વધારે ઉંઘ, ભોજનમાં પોષક તત્ત્વોની કમી, અસંતુલિત જીવનશૈલી, કસરતના અભાવની સાથે રોજિંદી જીંદગીમાં રહેલો તણાવ આરોગ્ય બગાડી રહ્યું છે. એક રિસર્ચ મુજબ પૌષ્ટિક ખોરાક લેવાથી ડિપ્રેશનમાં 25 થી 30 ટકા સુધીનો ઘટાડો થઇ શકે છે.

રોજીંદી આદતોમાં ફેરફાર કરીને પણ મેન્ટલ હેલ્થને સુધારી શકાય છે.  ભારતના સંદર્ભે વાત કરીએ તો દેશમાં 14 ટકા લોકો માનસિક સમસ્યાઓથી પરેશાન છે. 4 કરોડ લોકો ડિપ્રેસિવ ડિસઓર્ડર અને 5 કરોડ લોકો એંગ્ઝાઈટી ડિસઓર્ડરથી પીડાઇ રહ્યા છે. આવી માનસિક હાલત શરીર પર ઘણા પ્રકારની ખરાબ અસર પાડી શકે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મના વધારે ઉપયોગથી ડિપ્રેશન વધે છે. હાવર્ડના રિસર્ચ અનુસાર બેઠાડું જીવનશૈલી માનસિક સ્વાસ્થ્યને પણ બગાડે છે. આ માટે પોતાને એક્ટિવ રાખો તેનાથી શરીરની સાથે મસ્તિષ્ક પર પણ સકારાત્મક અસર થાય છે.  મોબાઇલનો ઉપયોગ ઘટાડવા માટે ફોનના સેટિંગમાં રહેલા ડિજીટલ વેલબીઇંગ એન્ડ પેરન્ટલ કંટ્રોલ વિકલ્પનો ઉપયોગ કરો. તેનાથી સ્ક્રીન ટાઇમ જાણી શકાય છે.

આ સિવાય અલગ અલગ એપ્લિકેશનના નોટિફિકેશન બંધ રાખવા અને જરૃરી પોસ્ટ પર જ પ્રતિક્રિયા આપવી. શક્ય હોય ત્યાં સુધી સમયાંતરે અંગત મિત્રોને મળવાનું રાખવું અથવા તેમની સાથે જીવંત સંવાદ રાખવો. આ સિવાય દરરોજ 30 મિનિટ વોક કરવું અથવા 15 મિનીટ સાઇક્લિંગ કરવું કે તરવું પણ ફાયદાકારક રહે છે. આનાથી ફીલગુડ હોર્મોન એંર્ડોિફન રિલીઝ થાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો