9000 industries damaged by peasant agitation: NHRC seeks response
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ખેડૂત આંદોલનથી 9000 ઉદ્યોગોને નુકસાન : NHRCએ જવાબ માગ્યો

ખેડૂત આંદોલનથી 9000 ઉદ્યોગોને નુકસાન : NHRCએ જવાબ માગ્યો

 | 7:40 am IST
  • Share

દેશની રાજધાની દિલ્હીની સરહદો અને અન્ય રાજ્યોમાં ૩ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દ્વારા ચાલી રહેલાં આંદોલન સામે મળેલી ફરિયાદોના આધારે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે કેન્દ્ર સરકાર અને પાંચ રાજ્યોને નોટિસ પાઠવી છે. એનએચઆરસીએ કેન્દ્ર સરકાર ઉપરાંત દિલ્હી, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને રાજસ્થાન સરકારો અને તેમના પોલીસ વડાઓને ખેડૂતોના આંદોલનને કારણે ઔદ્યોગિક એકમો અને માર્ગ પરિવહન પર થઇ રહેલી વિપરીત અસરોના આરોપો પર રિપોર્ટ રજૂ કરવાના આદેશ આપ્યા છે.

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે જણાવ્યું હતું કે, દિલ્હી અને ઉત્તરપ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનના  નેશનલ હાઇ વે અને અન્ય સડકો પર થતા ટ્રાફિક જામ થતાં દર્દીઓ, દિવ્યાંગો, સિનિયર સિટિઝન અને રાહદારીઓ તથા વાહનચાલકોને વિપરીત અસરો થઇ રહી છે. ખેડૂતો દ્વારા આંદોલનનાં સ્થળોએ કોરોના ગાઇડલાઇનનું પણ ગંભીર ઉલ્લંઘન થઇ રહ્યું હોવાના આરોપો મુકાઇ રહ્યાં છે.

સડકો અવરોધાવાના કારણે લોકોને તેમના ઘરોમાંથી બહાર નીકળવા દેવાતા નથી. ખેડૂત આંદોલનના કારણે લોકોને નિર્ધારિત સ્થળે પહોંચવા માટે મોટો ચકરાવો લઇને લાંબુ અંતર કાપવું પડે છે. ખેડૂત આંદોલનોનાં સ્થળો ખાતે કોરોના ગાઇડલાઇનના ઉલ્લંઘન માટે પણ કેન્દ્ર અને રાજ્યો પાસે જવાબ મંગાયા છે.  કોરોના ગાઇડલાઇનના ઉલ્લંઘન અંગે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કેન્દ્રીય ગૃહમંત્રાલય અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને રિપોર્ટ રજૂ કરવા સૂચના અપાઇ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન