A crowd of devotees at Pavagadh on the Navratri
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નવરાત્રિઃ આઠમને લઈને પાવાગઢમાં ભક્તોની ભીડ, વાયરલ થયા ફોટો

નવરાત્રિઃ આઠમને લઈને પાવાગઢમાં ભક્તોની ભીડ, વાયરલ થયા ફોટો

 | 11:54 am IST
  • Share

  • આસો નવરાત્રીની આઠમને લઈને પાવાગઢમાં ભક્તોની ભીડ

  • અંદાજે 1.5 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન

  • ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી આવે છે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોની ભીડ જોવા મળી હતી. ગઈકાલે નવરાત્રિની આઠમના કારણે અહીં 1.5 લાખથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. આઠમના દિવસે મા કાળીના દર્શન કરીને ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

ગુજરાત સહિત દેશભરમાંથી આવે છે ભક્તો

આસો નવરાત્રીની આઠમને લઈને પાવાગઢમાં કાયમ ભક્તોની ભીડ જોવા મળતી રહે છે. અહીં આઠમે એટલે કે ગઈકાલે લગભગ 1.5 લાખથી વધુ ભક્તોએ માતાના દર્શનનો લાભ લીધો હતો. માતાના આ મંદિરે માથું ટેકવવા માટે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી ભક્તો આવતા રહે છે.

સોશ્યલ મીડિયામાં વાયરલ થયા ફોટો

પાવાગઢમાં નવરાત્રિના કારણે જે રીતે ભક્તોની ભીડ જોવા મળી છે તેમાં તમે જોઈ શકો છો કે ભક્તોએ શ્રદ્ધાની સામે અન્ય કોઈ વાતને મહત્વ આપ્યું નથી. ફોટોમાં તમે જોઈ શકો છો કે મંદિરમાં કે સીડીઓમાં ભક્તોની એટલી ભીડ છે કે અહીં પગ મૂકવાની પણ જગ્યા નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો