A cup of tea is so expensive in Pakistan due to inflation
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભારતને તેવર દેખાડવા ભારે પડ્યા, પાકિસ્તાનમાં ચાનો સ્વાદ ફિક્કો

ભારતને તેવર દેખાડવા ભારે પડ્યા, પાકિસ્તાનમાં ચાનો સ્વાદ ફિક્કો

 | 11:16 am IST
  • Share

  • – પાકિસ્તાનમાં કમરતોડ મોંઘવારીના લીધે લોકોનું જીવવું મુશ્કેલ

  • અહીં એક કપ ચાની કિંમત 40 રૂપિયા થઇ ગઇ

  • પાકિસ્તાન જો ઇચ્છત તો તેને ભારતથી ખાંડ ઘણી ઓછી કિંમતમાં મળી શકતી હતી

પાકિસ્તાનમાં કમરતોડ મોંઘવારીના લીધે લોકોનું જીવવું મુશ્કેલ થઇ ગયું છે. છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી છે. મોટાભાગના શહેરોમાં જ નહીં પરંતુ પાકિસ્તાનના ગામડાંઓમાં પણ રોજીંદા જીવનની જરૂરી ચીજવસ્તુઓ જબરદસ્ત મોંઘી થતી જોવા મળી રહી છે. સ્થિતિ એવી છે કે પાકિસતાનના લોકો માટે ચાનો સ્વાદ ફિક્કો પડી ગયો છે. જો પાકિસ્તાન ઇચ્છે તો તેને ભારતના રસ્તે ખાંડ મળી જાત પરંતુ તેણે આ વર્ષે ભારતથી આયાત કરવાની ના પાડી દીધી હતી.

પાકિસ્તાનના સુપરસ્ટાર બોલર્સ શોએબ અખ્તરના શહેર રાવલપિંડીમાં ચા એ લોકોનો સ્વાદ બગાડ દીધો છે. અહીં એક કપ ચાની કિંમત 40 રૂપિયા થઇ ગઇ છે. પાકિસ્તાનના અખબાર ડોનની સાથે વાતચીતમાં એક ચાવાળાએ કહ્યું કે પહેલાં એખ કપ ચાની કિંમત 30 રૂપિયા હતી હવે 40 રૂપિયા થઇ ગઇ છે. ચાની ભૂકી, ટી બેગ્સ, દૂધ, ખાંડ, અને ગેસ મોંઘો થતા છેલ્લાં કેટલાંક સમયમાં ચાના ભાવમાં 35%નો ઉછાળો જોવા મળ્યો છે.

આ શખ્સનું કહેવું હતું કે દૂધનો ભાવ લીટર દીઠ 105થી વધી 120 રૂપિયા, ચાની ભૂકી 800 થી 900 રૂપિયા થઇ ગયો છે. તો ગેસના બાટલા માટે 1500થી 3000 રૂપિયા ચૂકવવા પડે છે. તો બીજા ચા વાળા અબ્દુલ અજીજનું કહેવું છે કે મારી એક દિવસની કુલ કમાણી 2600 રૂપિયા હતી પરંતુ જ્યારે મેં મારો બધો નફો જોડ્યો તો મને માત્ર 15 રૂપિયાનો જ ફાયદો થયો હતો. આથી મેં ચાના ભાવમાં વધારો કર્યો.

પાકિસ્તાની સરકારની જીદ બની આવામ માટે મુસીબત
આપને જણાવી દઇએ કે પાકિસ્તાની સરકારની જીદના લીધે આ દેશની આવામને ખૂબ જ નુકસાન ઉઠાવું પડી રહ્યું છે. થોડાંક સમય પહેલાં જ ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ પાકિસ્તાન દ્વારા ઇમ્પોર્ટ કરાયેલ 28760 મેટ્રિક ટન ખાંડનો એક જથ્થો પાકિસ્તાન પહોંચ્યો છે. આ ખાંડ માટે પાકિસ્તાને લગભગ કિલોદીઠ 110 રૂપિયા ચૂકવ્યા છે. ભારતીય અધિકારીઓના મતે પાકિસ્તાન જો ઇચ્છત તો તેને ભારતથી ખાંડ ઘણી ઓછી કિંમતમાં મળી શકતી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો