A fire broke out in a chemical company in Ankleshwar Bharuch 1 death
  • Home
  • Featured
  • ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ કંપનીમાં લાગી આગ, 1નું મોત, 2 ઘાયલ

ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ કંપનીમાં લાગી આગ, 1નું મોત, 2 ઘાયલ

 | 7:46 pm IST
  • Share

  • કેમિકલ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન લાગી આગ
  • આગમાં ત્રણ લોકો દાઝ્યા, એકનું મોત
  • ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળે


શુક્રવારે સાંજના સમયે ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ કંપનીમાં આગ ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા સમયે આગની ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે.

આગમાં 3 લોકો થયા ઘાયલ

કેમિકલ કંપનીમાં આગ લાગવાથી કુલ 3 વ્યક્તિઓના દાઝી જવાની માહિતિ મળી હતી. આ સાથે જ તમામ ઘાયલને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયું છે અને સાથે 2 વ્યક્તિઓ હજુ પણ સારવાર લઈ રહ્યા છે. બ્લાસ્ટ બાદ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગ એટલી ભયાનક હતી કે તેના ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. આ સાથે જ આસપાસના લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો.

 

 

આગની જાણકારી મળતાં પહોચી રાહત ટીમ

કેમિકલ કંપનીમાં આગ લાગ્યાની માહિતિ મળતાની સાથે જ 4 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આ સાથે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં સફળતા મેળવ્યા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અહીં બચાવ કામગીરી પણ તરત જ શરૂ કરી દેવામાં આવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો