A five-year-old girl from Jamnagar was adopted by an American banker couple
  • Home
  • Featured
  • જામનગરની 5 વર્ષની બાળકીને અમેરિકન બેંકર દંપતીએ દત્તક લીધી, MP ભાવુક થયા

જામનગરની 5 વર્ષની બાળકીને અમેરિકન બેંકર દંપતીએ દત્તક લીધી, MP ભાવુક થયા

 | 8:10 am IST
  • Share

  • કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહના અનાથાલયનું ફુલ અમેરિકા પહોંચશે
  • જામનગરની કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ સંચાલિત સંસ્થામાં ઉછેર પામતી રન્નાનો હવે અમેરિકામાં ઉછેર થશે
  • બાળકીની સોંપણી વખતે મહિલા સાંસદ ભાવુક થયા

જામનગરમાં આજે કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ ખાતે આવેલા અનાથાલયની એક પાંચ વર્ષની બાળાને લાંબી પ્રક્રિયા બાદ અમેરીકન દંપતિએ દત્તક લીધી હતી. જે માટે સાંસદની અગ્રતામાં નાનો સમારોહ યોજાયો હતો. જેમાં સંસ્થાની અન્ય દિકરીઓ, બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષા તેમજ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતાં.

સાંસદ પૂનમબહેન માડમે બાળકીના કપાળે તિલક કર્યું

વિકાસગૃહના અનાથાલયમાં રન્ના નામની ઉછરી રહેલી 5 વર્ષની બાળાને અમેરિકાના મીસીસીપી રાજ્યના બેંકર દંપતિ ડસ્ટીન કલ્પેપર અને તેના પત્ની ટોરીએ વિધિવત દત્તક લીધી હતી. માતા-પિતાને સોંપાયા બાદ દંપતિએ જણાવ્યું હતું કે, દીકરીને મેળવીને અમે ખુબ ખુશ છીએ તેનું નામ અમે એલીરૂથ રાખ્યું છે.

આજથી પાંચ વર્ષ પહેલા વર્ષ 2016માં રન્નાને સંસ્થામાં લાવવામા આવી હતી. ત્યારથી જ તેનો અહીં ઉછેર કરવામા આવી રહ્યો હતો. અમેરિકન દંપતી દસ્તીન અને ટોની કલપેપરે બાળક દત્તક લેવા માટે કાર્યવાહી કરી રન્ના તેમને દત્તક આપવામા આવી હતી. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો