A glimmer of cold in Gujarat; Chance of rain in some area
  • Home
  • Featured
  • પવનની દિશા બદલાતા ઠંડીનો ચમકારો; ગુજરાતના આ વિસ્તારમાં વરસાદની સંભાવના

પવનની દિશા બદલાતા ઠંડીનો ચમકારો; ગુજરાતના આ વિસ્તારમાં વરસાદની સંભાવના

 | 11:36 am IST
  • Share

  • આગામી પાંચ દિવસમાં દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં હળવો વરસાદ વરસી શકે

  • શિયાળાની આલબેલ પોકારતી મસ્ત ગુલાબી ઠંડીનું આગમન

  • પવનની દિશા ઉત્તર થી ઉત્તર-પશ્ચિમ થતા રાત્રે અને પરોઢિયે ગુલાબી ઠંડી

અમદાવાદ-ગાંધીનગર સહિત રાજ્યમાં શિયાળાની આલબેલ પોકારતી હોય તેમ ગુલાબી ઠંડીનું આગમન થઈ ચુક્યું છે. દિવસે ચામડી દઝાડતો તાપ અને અવનિ પર અંધકારના ઓળા ઉતરતા જ રાતરાણીની ખુશ્બોથી મહેંકતી ગુલાબી ઠંડીનો અનુભવ શહેરીજનો કરી રહ્યાં છે.

હવામાન ખાતાએ આગાહી કરતા જાહેર કર્યું છે કે મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહેશે. પવનની દિશા બદલાઈ ગઈ છે તેના કારણે ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. હાલમાં ઉત્તર થી ઉત્તર-પશ્ચિમ તરફના પવન શરૂ થયા છે. આગામી પાંચ દિવસમાં 18મીએ દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં હળવો વરસાદ વરસી શકે છે. તે સિવાય સમગ્ર રાજ્યમાં હવામાન સુક્કું રહેશે.

ભાદ્રપદ માસનો તડકો આસો માસમાં પડી રહ્યો છે. નવરાત્રિ પુરા થયા છે અને લોકો દિવાળીની તૈયારીમાં પડી જશે. રાત્રિના ગુલાબી ઠંડકનો શહેરીજનો અનુભવ કરી રહ્યાં છે. કારના વિન્ડસ્ક્રીન પર સવારે ઔંસબિંદુ જામેલા જોવા મળે છે. રાત્રે અને પરોઢિયે ગુલાબી ઠંડીનો વિશેષ અનુભવ થાય છે. હવામાન ખાતાએ પણ અમુક વિસ્તારમાં જ હળવા વરસાદની આગાહી કરી છે. બાકીના તમામ વિસ્તારમાં વાતાવરણ સુક્કું રહેશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો