Tina Turner Musical Traps a Living Legend In a Disappointing
  • Home
  • Columnist
  • પોપ ગાયિકા ટીના ટર્નર એક જીવંત દંતકથા

પોપ ગાયિકા ટીના ટર્નર એક જીવંત દંતકથા

 | 8:10 am IST
  • Share

લેખાંજોખાં : તેને પ્રસિદ્ધિ, નામના, સમૃદ્ધિ, આનંદ મળ્યાં છે તો જીવનભરની યાતનાએ શરીરનો ભોગ લઈ લીધો

BMG ટીના ટર્નરના જીવનભરના મ્યુઝિકના રાઇટ્સ માટે સૌથી મોટો સોદો કરી ચૂક્યું છે

ચાલુ વર્ષે યાદગાર રોક એન રોલ સ્ટાર ટીના ટર્નર ફરીથી ન્યૂઝમાં ચમકી છે. ન્યૂઝ 6 ઓક્ટોબર 2021ના રોજ આવ્યા કે (બર્ટલ્સમાન મ્યુઝિક ગ્રૂપ)આ ગાયિકાના મ્યુઝિકના રાઇટ્સ માટે સૌથી મોટો સોદો કરી ચૂક્યું છે.  સોદો કેટલામાં થયો તેનો આંકડો જાહેર નથી કર્યો, પરંતુ જાણવા મળ્યું છે કે, પાંચ કરોડ ડોલરમાં સોદો થયો છે.  2008માં સ્થાપના થઈ ત્યાર પછી આ મ્યુઝિક કંપનીએ કોઈ એક જ ગાયક સાથે કરેલો મોટામાં મોટો સોદો છે. આ સોદામાં તેનું 60 વર્ષનું સંગીત સર્જન છે જેની કુલ 10 કરોડ રેકર્ડ વેચાઈ હતી.

આ અંગે BMGના CEO હાર્ટવિગ માશૂકે કહ્યું, ટીના ટર્નરના સંગીત અને કોર્મિશયલ ફાયદાઓ મેનેજ કરવાનું કામ કરવા મળ્યું એ બદલ અમે ગૌરવ અનુભવીએ છીએ. આ એક એવી જવાબદારી છે જેને અમે ગંભીરતાથી લઈએ છીએ અને પૂરી લગનથી પાર પાડીશું.

આ વર્ષે 27મી માર્ચે જયારે તે 81 વર્ષની થઈ ત્યારે હોમ બોક્સ ઓફિસ એ ટીનાના જીવન ઉપર દસ્તાવેજી ફિલ્મ બનાવી તેથી સમાચારોમાં ચમકી હતી.

આપણામાંના ઘણાની જેમ ટીનાની જીવનકથા શરૂઆતમાં સંજોગોથી દોરવાતી સામાન્ય કથા છે અને પછી આપણા બધાથી સાવ વિપરીત હિંમતભેર કરવામાં આવેલી પસંદગી અને તેના પ્રત્યાઘાતોની અસામાન્ય કથા છે, જેના અંતે મુક્તિ અને આનંદ છે.

આન્ના માએ બુલોક તરીકે ટેનેસી ખાતે આવેલા કપાસના ખેતરોમાં 26 નવેમ્બર 1939ના રોજ ફ્લોઇડ અને ઝેલ્મા બુલોકના પરિવારમાં વણજોઈતી જન્મેલી છોકરીની આ કથા છે. આન્નાની માતા તેની મોટી બહેન એલીનને વધુ પ્રેમ કરતી હતી અને આ ભેદભાવ શરૂઆતથી જ આન્નાને પીડા આપતો હતો, 1950ના દાયકાની શરૂઆતમાં તેના માતા-પિતા જુદા થઈ ગયા પછી તેની નાની અને દાદીએ તેનો ઉછેર કર્યો.

પછી કુદરતે તેને 1957માં આઈક ટર્નરના કિંગ્સ ઓફ રિધમમાં ગાવાની એક તક આપી. એમાં આગળ જતાં 1960માં તેનું નવું નામકરણ થયું, ટીના ટર્નર. આ નામે તેનું સિંગલ આલ્બમ, અ ફૂલ ઈન લવ હિટ થઈ ગયું. એ પછી સતત સફળતાઓ મળતી રહી અને આઈક તથા ટીનાની જોડી લાઇવ કાર્યક્રમના ઇતિહાસમાં સૌથી વિરાટ પ્રદર્શન કરનાર સાબિત થઈ.

નવા નામ અને પ્રસિદ્ધિએ તેને અલપઝલપ આનંદની ક્ષણો આપી, પરંતુ તરત જ અનંત જણાતી બીજી ત્રાસદાયક યાત્રાનો આરંભ થઈ ગયો. આઈક ટર્નર સાથેના તેના લગ્નના અપમાનજનક 16 વર્ષ તેણે વેઠવા પડયા. તેને લાગવા માંડયું હતું કે, તેની આ બદનસીબી જીવનપર્યંત ચાલુ જ રહેશે.

પણ નસીબનું પાંદડું ફર્યું. તેઓ ડલાસની મ્યુઝિકલ ટૂર પર હતા ત્યારે 1976ના જુલાઈની એક સુંદર રાત્રે સ્ટ્રાટ્લર હિલ્ટન હોટલના એ રૂમમાં પતિ આઈક સાથે હિંસક લડાઈ પછી ફરી કદી પાછા ન ફરવાના નિર્ધાર સાથે તે રૂમ છોડીને બહાર નીકળી ગઈ. ત્યારે તેની પાસે ઘવાયેલો ચહેરો હતો, લોહીથી ખરડાયેલા ચોળાયેલા ગંદા વસ્ત્રો હતા જેના ખિસ્સામાં માત્ર 36 સેન્ટ(36 પૈસા) અને મોબિલનું ક્રેડિટ કાર્ડ હતું. અશ્વેત મહિલા હોવા છતાં ઇન્ટરસ્ટેટ 30ની સામેની બાજુ આવેલી એક હોટેલના મેનેજરની માયાળું સહાયથી તે રામદા ઈન હોટેલમાં આશરો મેળવી શકી.

એક જ મહિનામાં તેણે છૂટાછેડાની અરજી કરી દીધી, તે 1978માં મંજૂર થઈ ગયા. ટીના ટર્નર મુક્ત તો બની ગઈ હતી, પરંતુ તેની સ્થિતિ કરુણ હતી. તે દેવામાં ડૂબી હતી, પાસે પૈસો નહોતો, માથે આશરો નહોતો, તેની સાથે ચાર બાળકો હતા. સદ્ભાગ્યે છૂટાછેડાના કરારમાં ટર્નર અટક જાળવી રાખવાનો અધિકાર તેણે અકબંધ રાખ્યો હતો. તેની આશા મુજબ આ અટક તેને સફળતાનો માર્ગે લઈ ગઈ.

છૂટાછેડા મંજૂર થયા ત્યારે તે 39 વર્ષની હતી, અશ્વેત મહિલા હોવાથી ભેદભાવનો સામનો કરવાનો હતો અને સંગીતના ક્ષેત્રમાં ગળાકાપ હરીફાઈ ચાલતી હતી.

છતાં ટીનાએ હિંમત હાર્યા વગર અનહદ પરિશ્રમ કર્યો, કેટલાક સારા નિર્ણયો લીધા અને અણધારી જગાએથી મદદ મળતી રહી. પરિણામે ટીના ફરીથી પોતાનું નામ ટોપ પર લઈ જઈ શકી. ફરી એક પછી એક સોલો મ્યુઝિકલ હિટ્સ તેના નામે બોલતા ગયા.

ત્યારપછી તેણે કદી પાછા વળીને જોયું જ નહીં, તેની 10 કરોડ રેકર્ડ વેચાઈને રેકોર્ડ સર્જી ગઈ, તેણે આખા જગતમાં ઠેર ઠેર જામ-પેક્ડ શો કર્યા. તેને 12 ગ્રેમી એવોર્ડ્સ મળ્યા અને તે રોલિંગ સ્ટોનના કવર પર આવનાર પહેલી અશ્વેત ગાયિકા અને પ્રથમ મહિલા બની. 100 ઓલટાઈમ મહાન કલાકારો અને 100 ઓલટાઈમ મહાન ગાયકોમાં તેનું નામ સામેલ થઈ ગયું.

હોલિવૂડ વોક ઓફ ફેમ અને સેન્ટ લૂઈસ વોક ઓફ ફેમમાં તેનો સમાવેશ કરીને સન્માન આપવામાં આવ્યું. 1991માં રોક એન્ડ રોલ હોલ ઓફ ફેમમાં તેનો આઈક ટર્નર સાથે સમાવેશ કરવામાં આવ્યો. તેનું આકર્ષણ તેને પ્રભાવશાળી બનાવે છે અને તે કલાકારોની નવી પેઢીને પ્રેરણા આપતી રહે છે. જો ટીના ન હોત તો આજે બેયોન્સ અને રિહાન્ના પણ કદાચ ન હોત.

1986માં તેની યુરોપિયન ટૂર માટે તેને પિક અપ કરવા આવેલા જર્મન ઈરવિન બાશને જોતાં જ ટીના તેના પ્રેમમાં પડી ગઈ અને જીવનમાં પહેલી જ વખત તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા. જીવનની કડવી યાદોને ભૂંસી નાખવા તેણે અમેરિકા છોડીને તેણે સ્વિટ્ઝર્લેન્ડનું નાગરિકત્વ મેળવી લીધું.    હવે તેને પ્રસિદ્ધિ, નામના, સમૃદ્ધિ અને અત્યાર સુધી ભ્રામક લાગતો આનંદ પણ મળી ગયો, પરંતુ હવે આ બધું માણવાના સમયે તેણે અત્યાર સુધી વેઠેલી યાતનાએ શરીર પર પ્રભાવ બતાવવા માંડયો. લકવાનો એટેક તેને કમરથી નીચેના ભાગે નિૃેત કરી ગયો.

નૃત્યમાં પારંગત આ મહિલા ર્વિટગોના કારણે સીધી ઊભી રહી શકતી નથી. કિડની ફેલ થઈ ગઈ (ત્યારે બાશે તેને પોતાની કિડની આપી). યાતનાના તણાવથી જન્મેલી માનસિક અસ્થિરતા તેને પજવવા લાગી, તેને દુઃસ્વપ્નો આવવા લાગ્યા. આટલું બધું ઓછું હોય તેમ 2018માં તેનો પુત્ર ક્રેગ ટર્નર 59 વર્ષની ઉંમરે મૃત અવસ્થામાં મળી આવ્યો. ટીના લાંબા સમયથી નીકિરેન શોશુ નામની બૌદ્ધ પરંપરાને અનુસરી રહી હતી તેથી તમામ માનસિક, શારીરિક પીડાને સહન કરીને ધીરજ અને હિંમતપૂર્વક જીવી રહી છે. ટીના ટર્નર જીવંત દંતકથા છે. તેનો પ્રેરક વારસો મ્સ્ય્ના ડીલ તથા મ્મ્ર્ં ફિલ્મ્સ થકી સંરક્ષણ પામીને સચવાઈ રહેશે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો