A long flight also means opportunities to go through papers: PM Modi
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • PM મોદીનું અમેરિકામાં ભવ્ય સ્વાગત, ટ્વીટ કરીને જણાવ્યું વિમાનમાં કંઇ રીતે સમાય પસાર કર્યો

PM મોદીનું અમેરિકામાં ભવ્ય સ્વાગત, ટ્વીટ કરીને જણાવ્યું વિમાનમાં કંઇ રીતે સમાય પસાર કર્યો

 | 10:26 am IST
  • Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ત્રણ દિવસની મુલાકાત માટે અમેરિકા પહોંચી ગયા છે. ગુરૂવારે વહેલી સવારે વોશિંગ્ટન એરપોર્ટ પહોંચતા પીએમ મોદીનું જોરદાર સ્વાગત થયું. એરપોર્ટ પર પીએમ મોદીના સ્વાગત માટે અમેરિકન વિદેશ મંત્રાલયના કેટલાંય અધિકારી પહોંચ્યા હતા. તદઉપરાંત અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીત સિંહ સંધુ પણ એરપોર્ટ પર ઉપસ્થિત હતા. પોતાના આ પ્રવાસમાં મોદી સંયુકત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે અને ક્વાડ દેશોના નેતાઓની સાથે બેઠક કતરશે. આ સિવાય પીએમ મોદી અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે પણ દ્વિપક્ષીય વાર્તા કરશે.

Viral થઇ રહી છે પીએમ મોદીની ટ્વીટ

તો આની પહેલાં પીએમ મોદીએ તસવીર શેર કરતાં કહ્યું કે લાંબા અંતરની ફ્લાઇટમાં તેઓ કેવી રીતે સમય પસાર કરે છે. પ્રધાનમંત્રી મોદીએ મુસાફરી દરમ્યાન એક ટ્વીટ કરી હતી. ટ્વીટ કરાયેલી તસવીરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફાઇલોને હાથમાં લઇ દેખાઇ રહ્યા છે. ફાઇલોની સાથો-સાથ PMના હાથમાં એક પેન પણ છે. પ્રધાનમંત્રીએ આ તસવીરની સાથે એક કેપ્શન પણ લખ્યું છે.

લોકોએ કહ્યું – માનીશું સલાહ

પીએમ મોદીએ લખ્યું છે કે જ્યારે તમારી ફ્લાઇટ લાંબા અંતરની હોય છે તો તો તમે તે સમયનો ઉપયોગ તમારા કામને પૂરા કરવા માટે કરી શકો છો. PMનો આ ફોટો વાયરલ થઇ રહ્યો છે. ટ્વીટ પર પ્રતિક્રિયા વ્યકત કરતાં મોટાભાગના લોકો આ સલાહને પોતાના જીવનમાં લાગૂ કરવાની વાત પણ કહી છે.

આપને જણાવી દઇએ કે પીએમ મોદીનો આ પ્રવાસ ખૂબ જ અગત્યનો મનાય છે. અમેરિકાના નવા રાષ્ટ્રપતિની વરણી બાદ પહેલી વખત એવું બનશે કે બાઇડેન સાથે પ્રધાનમંત્રી મોદીની મુલાકાત થશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો