A middle-aged man from Khambhaliya taluka was killed
  • Home
  • Gujarat
  • ક્રોધનો અતિરેક: સામાન્ય બોલાચાલીએ આખરે હત્યાને આપ્યો અંજામ

ક્રોધનો અતિરેક: સામાન્ય બોલાચાલીએ આખરે હત્યાને આપ્યો અંજામ

 | 9:32 am IST
  • Share

  • નાના એવા ગામમાં હત્યાના બનાવને પગલે ભારે ચકચાર

  • પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા

     

જર, જમીન, જોરું કહેવત છે કે હત્યા પાછળ આ ત્રણ શબ્દો જવાબદાર હોય છે. પરંતુ સામાન્ય બોલાચાલીમાં કોઈ હત્યા સુધી પહોંચે તો શું કહેવું. આવી એક ઘટના દ્વારકામાં બની છે. જેમાં હત્યારાઓએ એકનું ઢીમ ઢાળી દીધું છે. કોઈ માલ મિલકત માટે નહીં પરંતુ સામાન્ય બોલાચાલીમાં કોઈ કોઈની હત્યા કરી નાખે એવું તમે માની લો ખરા ? જી હા આ ઘટના બની છે. ખંભાળિયા તાલુકાના નાના અસોટા ગામે જ્યાં થોડા સમય પહેલા સામાન્ય બોલાચાલીના મનદુઃખમાં ઝગડો થયો અને આ ઝગડામાં આખરે એકનું મોત થતા મામલો હત્યામાં પરિણમ્યો છે.

બંને આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી

નાના આસોટા ગામે એકાંતનું જીવન જીવતા કરશન સગા આંબલિયા ઉં.47 વર્ષની ઢોર માર મારતા તેમનું મૌત થયું છે. તેમને હાથ પગે ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાતા ત્યાં તેઓએ દમ તોડ્યો હતો. સમગ્ર મામલાની મળતી માહિતી મુજબ નાના આસોટા ગામે મજૂરી કામ કરી જીવતા કરશન સગા આંબલિયા ગામમાં એકલવાયું જીવન વ્યતીત કરી રહ્યાં હતા. તેઓને કોઈ બાબતે અગાઉ ગામમાં બોલાચાલી થયેલ હોઈ આ મામલે આરોપીઓ દેવાણદ ઉર્ફે દેવલો કરશન ખુંટી ઉં.46 તથા આરોપી જીવા ઉર્ફે હકો કરશન ખુંટીએ ધોકા વડે મૃતક કરશનભાઈ આંબલિયાને બંને પગે તથા ડાબા હાથે માર મારતા ગંભીર રીતે ઘવાયેલા કરશન આંબલિયાને સારવાર અર્થે જીજી હોસ્પિટલ જામનગર લઈ જવાયા હતા. જ્યાં તેઓએ સારવાર દરમિયાન દમ તોડતા આ સમગ્ર મામલો હત્યામાં પરિણામતા પોલીસે બંને હત્યાના આરોપીઓ દેવાણદ ઉર્ફે દેવલો કરશન ખુંટી તથા આરોપી જીવા ઉર્ફે હકો કરશન ખુંટી બંનેને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગામમાં હત્યાના બનાવને પગલે ભારે ચકચાર

સામાન્ય બોલાચાલી મામલે આખરે હત્યાને અંજામ આપનાર બંને આરોપીઓ જેલમાં જિંદગી વ્યતીત તો કરશે. પરંતુ ક્રોધ ક્યાં લઈ જાય છે અને એના પરિણામો પણ કેટલા ભયંકર આવે છે તેનું ઉદાહરણ જોવા મળ્યું છે. સામાન્ય બોલાચાલીએ આખરે પરિવારોના માળા વિખેરી નાખ્યા છે. 45 વર્ષના કરશન આંબલિયાએ સામાન્ય બોલાચાલીમાં પોતાનો જીવ ગુમાવી દીધો અને હત્યારાઓ પણ હવે જેલમાં જિંદગી કાઢશે. કહેવાય છે કે જર જમીનને જોરું ત્રણેય કજિયાના છોરું પણ કળયુગમાં માનવી હવે સામાન્ય બોલાચાલીમાં હત્યા સુધી પહોંચતા ખચકાતો નથી. આ હત્યાના બનાવના પગલે નાના એવા નાના આસોટા ગામમાં અરેરાટી વ્યાપી છે. નાના એવા ગામમાં હત્યાના બનાવને પગલે ભારે ચકચાર જાગી છે. ગામડાઓમાં બોલાચાલીમાં હત્યાના બનાવના પગલે ભારે ચર્ચા જાગી છે. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો