A plant-based diet reduces dementia-related deaths in women
  • Home
  • Health & Fitness
  • વનસ્પતિજન્ય આહાર મહિલાઓમાં ડિમેન્શિયા સંબંધિત મૃત્યુને ઘટાડે છે

વનસ્પતિજન્ય આહાર મહિલાઓમાં ડિમેન્શિયા સંબંધિત મૃત્યુને ઘટાડે છે

 | 4:03 am IST
  • Share

  • દર્દોથી અચાનક મૃત્યુ થવાની શક્યતા ઘટી જાય

  • મહિલાઓેને અલગ અલગ જૂથમાં વહેંચવામાં આવી

  • ઓછામાં ઓછા 3.5 ટકા તો વધુમાં વધુ 6.8 ટકા આહાર લેતી

અમેરિકન હાર્ટ એસોસિયેશન જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસમાં જણાવ્યા મુજબ જે રજોનિવૃત્ત મહિલાઓ મોટા પ્રમાણમાં વનસ્પતિજન્ય પ્રોટીનનો આહાર લે તો હૃદયરોગ, સંક્રમણ કે ડિમેન્શિયા સંબંધિત દર્દોથી અચાનક મૃત્યુ થવાની શક્યતા ઘટી જાય છે. આ અભ્યાસ દરમિયાન રજોનિવૃત્ત થઇ ચૂકેલી 50 થી 79 વર્ષની વયની એક લાખ મહિલાના ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ તે મહિલાઓ હતી કે જેઓ 1993થી 1998 વચ્ચે હાથ ધરવામાં આવેલા રાષ્ટ્રીય મહિલા આરોગ્ય અભિયાનમાં ભાગ લઇ ચૂકી હતી. ફેબ્રુઆરી 2017 સુધી આ મહિલાઓની તબીબી સ્થિતિ પર નજર રખાતી રહી હતી. અભ્યાસ માટે તૈયાર થયેલી પ્રશ્નોત્તરીનો આ મહિલાઓએ જવાબ આપ્યો હતો. ઇંડા, પોલ્ટ્રી, લાલ માંસ, માછલી, વનસ્પતિજન્ય આહાર જેમ કે બીન્સ, નટ, વટાણા વગેરે કેટલા પ્રમાણમાં લે છે તે સંબંધે પૂછવામાં આવેલા પ્રશ્નોનો તેમણે જવાબ આપ્યો હતો. અભ્યાસ ચાલી રહ્યો હતો તે દરમિયાન આ પૈકી 25,976 મહિલાના મૃત્યુ નોંધાયા હતા. 6993 મૃત્યુ હૃદયરોગ સંબંધી કારણોસર તો 7516 મૃત્યુ કેન્સરને કારણે થયા હતા. 2734 મૃત્યુ ડિમેન્શિયાથી પણ થયા હતા. આ મહિલાઓ કેટલા પ્રમાણમાં પ્રોટીનયુક્ત આહાર લેતી હતી તે આધારે મહિલાઓેને અલગ અલગ જૂથમાં વહેંચવામાં આવી હતી. આ મહિલાઓ પ્રાણીજન્ય પ્રોટીનયુક્ત આહાર ઓછામાં ઓછા 7.5 ટકા અને વધુમાં વધુ 16 ટકા લેતી હતી. વનસ્પતિજન્ય પ્રોટીનયુક્ત આહારની વાત કરીએ તો ઓછામાં ઓછા 3.5 ટકા તો વધુમાં વધુ 6.8 ટકા આહાર લેતી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો