A video of a Benaras policeman goes viral on social media
  • Home
  • Featured
  • પોલીસની દાદાગીરીનો વધુ એક વીડિયો ચર્ચામાં, ગરીબની દયનીય હાલત જોઈ લોકો બગડ્યાં!

પોલીસની દાદાગીરીનો વધુ એક વીડિયો ચર્ચામાં, ગરીબની દયનીય હાલત જોઈ લોકો બગડ્યાં!

 | 7:39 pm IST

અવાર નવાર સોશિયલ મીડિયામાં પોલીસની નિર્દયતાના વીડિયો વાયરલ થતાં રહે છે. ક્યારેક કોઈને ખોટી રીતે દંડ ભરવાની લૂંટવનો તો ક્યારેક કોઈ ગરીબની રોજી રોટી પર ખરાબ વર્તન કરવાના વીડિયો ચર્ચામાં આવતા હોય છે. હાલમાં એવો જ એક બનારસના કોઈ પોલીસનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો ગુસ્સે થઈ રહ્યા છે.

ટ્વીટર પર આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. સાથે જ કેપ્શનમાં લખવામાં આવ્યું કે, સાંભળો સાહેબ, તમે જે ગરીબોની રેકડી પલટાવો છો ને એના જ ટેક્સથી તમને પગાર મળે છે. તમારું ઘર તેના ​​જ પૈસાથી ચાલે છે, તમારું બાળક પણ આ ગરીબના પૈસાથી જ નભે છે. તમે આ જ લોકોના ટેક્સથી મજા કરો છો. લોકતંત્ર છે એટલું યાદ રાખવું. જ્યારે જનતાએ તમને પલટાવી નાંખ્યા ત્યારે આખું બનારસમાં ફરતાં થઈ જશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન