VIRAL VIDEO : કાકાએ કરી મગર સાથે વાતો, સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો
વડોદરા(vadodara) ભારતનું એકમાત્ર એવુ શહેર છે જ્યાં મગર શહેરીજનો વચ્ચે રહે છે. શહેરની વચ્ચેથી વહેતી વિશ્વામિત્રી નદીમાં મગરોનો વસવાટ છે. અનેકવાર આ મગરો પાણી છોડીને માનવ વસાહતમાં આવી જતા હોય છે. વડોદરા (vadodara) ના મગરોનો વીડિયો સૌથી વધુ વાયરલ (viral video) થતા હોય છે. પરંતુ હાલ વડોદરા(vadodara)થી મગરનો જે વીડિયો સામે આવ્યો છે, તે ચોંકાવનારો છે. કરજણમાં આવેલા એક તળાવનો એક વીડિયો છે, જેમાં એક આ આધેડ મગરના માથા પર હાથ ફેરવીને તેની સાથે વાતો કરી રહ્યા છે.
પંકજ કાકાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ કાકા કરજણના જૂના બજાર ખાતે આવેલ એક તળાવના કિનારે બેઠેલા મગર સાથે વાતો (crocodile video) કરી રહ્યો છે. જો કે આ પ્રકારની હરકત જીવલેણ છે. વન્ય પ્રાણીઓ સાથે આ પ્રકારની હરકત ક્યારેય ન કરવી જોઈએ. આવી હરકત ક્યારેક માણસનો જીવ પણ લઈ શકે છે. જુઓ આ Video..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન