A youth was burnt to death in Dhanbad district of Jharkhand, police on the spot
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બાપ રે! અચાનક ધરતી ફાટતા યુવક જીવતો સમાય ગયો, દ્રશ્ય જોઈને લોકો ધ્રુજી ઉઠ્યા

બાપ રે! અચાનક ધરતી ફાટતા યુવક જીવતો સમાય ગયો, દ્રશ્ય જોઈને લોકો ધ્રુજી ઉઠ્યા

 | 7:36 pm IST
  • Share

ઝારખંડના ધનબાદ જિલ્લામાં રવિવારે સવારે એક ભયાનક ઘટના બની. શૌચ માટે જતો યુવક અચાનક જ જમીનની અંદર સમાઈ ગયો. જ્યારે લોકોએ આ દ્રશ્ય જોયું, ત્યારે તેએ ભયથી કાંપવા લાગ્યા. કોઈને કઈ સમજમાં ન આવ્યું કે આખરે શું થયું. લોકો સ્થળ પર જવાની હિંમત પણ ભેગી કરી શક્યા ન હતા.

આ કેસ ધનબાદ જિલ્લાના કેંદુઆડીહ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીંયા બીસીસીએલના આઉટસોર્સિંગ પ્રોજેક્ટના કિનારે જીવતો જમીનમાં સમાઈ ગયો હતો. કહેવામાં આવી રહ્યુ છે કે અહીંનો રહેવાસી ઉમેશ પાસવાન આજે સવારે શૌચક્રિયા માટે જતો હતો. અચાનક મોટા ધડાકા સાથે તેના પગ નીચેથી જમીન ફાટી ગઈ.

ઉમેશ પાસવાનને જ્યાં સુધીમાં કંઈક સમજાય ત્યાં સુધીમાં તે જીવતો ખાડામાં ઉતરી ગયો. આ ખાડામાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. શું થયું તે કોઈ સમજી શક્યું નહીં. આ દૃશ્ય જોતાં જ સ્થળ ઉપર ખળભળાટ મચી ગયો. આ દ્રશ્ય એટલું ભયાનક હતું કે લોકો સ્થળ પર જવાની હિંમત કરી શક્યા નહીં.

આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા ઉમેશ પાસવાનના ભાઈએ આ નજારો જોયો ત્યારે તેના હોશ ઉડી ગયા. ભાઇને બચાવવા તે કંઈ વિચાર્યા વગર જ સ્થળ તરફ દોડી ગયો. તેણે પોતાના ભાઈને ખાડામાંથી બહાર કાઢવા સખત પ્રયાસ શરૂ કર્યા. આ યુવકને એકલા પોતાના ભાઈની જિંદગી બચાવવા માટે લડતો જોઈને અન્ય લોકો પણ ત્યાં આવી ગયા.

સખત મહેનત કર્યા બાદ ખાડામાં યુવકને જીવતો બહાર કાઢવામાં આવ્યો. તે ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બનાવની માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળની તપાસ કર્યા બાદ તપાસ શરૂ કરી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન