AAPના ધારાસભ્ય સોમનાથ ભારતીની ધરપકડ, એમ્સના સુરક્ષાકર્મીઓ સાથે મારપીટનો આરોપ - Sandesh
  • Home
  • India
  • AAPના ધારાસભ્ય સોમનાથ ભારતીની ધરપકડ, એમ્સના સુરક્ષાકર્મીઓ સાથે મારપીટનો આરોપ

AAPના ધારાસભ્ય સોમનાથ ભારતીની ધરપકડ, એમ્સના સુરક્ષાકર્મીઓ સાથે મારપીટનો આરોપ

 | 12:28 pm IST

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમનાથ ભારતીની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. તેમના પર એમ્સના સુરક્ષાકર્મીઓ સાથે મારપીટ કરવાનો આરોપ છે. પોલીસે અખિલ ભારતીય આયુવિજ્ઞાન સંસ્થાન (એમ્સ)ના મુખ્ય સુરક્ષા અધિકારી આર એસ રાવતની ફરિયાદના આધારે એફઆઈઆર નોંધી હતી. જેમાં ભારતી અને તેમના સમર્થકો વિરુદ્ધ એમ્સની સંપત્તિને નુકસાન પહોંચાડવાનો અને સુરક્ષાકર્મીઓ સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જો કે ભારતીએ આ આરોપોને ફગાવ્યાં છે.

દિલ્હીના હોજ એ ખાસ પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલી લેખિત ફરિયાદમાં રાવતે કહ્યું હતું કે ભારતીએ 9 સપ્ટેમ્બરના રોજ સવારે લગભગ 9.45 વાગ્યે સરકારી એમ્સની ચાર દિવાલોને નુક્સાન પહોંચાડવા માટે ભીડને ઉક્સાવી હતી. પોલીસના એક અધિકારીએ રાવતની લેખિત ફરિયાદનો હવાલો આપતા કહ્યું કે ભારતીએ અનાધિકૃત લોકોને જેસીબી મશીન સાથે ગૌતમ નગર નાળા માર્ગ તરફથી એમ્સમાં ઘૂસવા જણાવ્યું હતું અને સુરક્ષાકર્મીઓ સાથે દુર્વ્યવહાર કર્યો હતો. ફરિયાદમાં એ પણ આરોપ લગાવાયો છે કે ભારતી અને તેમના સમર્થકોને એમ્સની સંપત્તિને નુક્સાન કરતા રોકવામાં 6 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતાં.

ભારતી અને તેમના સમર્થકો સામે ઈન્ડિયન પીનલ કોડ અને સાર્વજનિક સંપત્તિ ક્ષતિ રોકથામ અધિનિયમની કલમ 147 દંગા કરાવવા, 148 ઘાતક હથિયારો સાથે તોફાન કરવું, 186 લોકસેવકોના કામમાં વિધ્ન નાખવું, 353 લોકસેવકોને રોકવા માટે હુમલો કે અપરાધિક બળપ્રયોગનો ઉપયોગ કરવા હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે.

ભારતીએ જો કે આ આરોપ ફગાવ્યા છે. ટ્વિટ કરીને કહ્યું હતું કે ચેનલોએ ખોટું દર્શાવ્યું છે કે એમ્સના સુરક્ષાકર્મીઓ અને નિવાસીઓ વચ્ચે ધક્કા મુક્કી થઈ. વિવાદાસ્પદ દીવાલ બંને પક્ષો વચ્ચે હતી. ગૌતમ નગર, મસ્જિદ મોઠના અનેક નિવાસીઓ, હૌજ એ ખાસના એસએચઓ અને અન્ય એક પોલીસ અધિકારી દીવાલ પડી ત્યારે હાજર હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન