Abdullah Shahid elected President of the United Nations General Assembly
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભારતને સયુક્ત રાષ્ટ્રમાં મળી જીત, પાકિસ્તાનને લાગ્યો મોટો ઝટકો

ભારતને સયુક્ત રાષ્ટ્રમાં મળી જીત, પાકિસ્તાનને લાગ્યો મોટો ઝટકો

 | 3:17 pm IST
  • Share

માલદીવના વિદેશ પ્રધાન અબ્દુલ્લા શાહિદ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (યુએનજીએ)ના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. તેઓ સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના 76માં અધિવેશનના અધ્યક્ષ રહેશે. માલદીવને કુલ 143 મતો મળ્યા જ્યારે અફઘાનિસ્તાનને કુલ 48 મત મળ્યા. શાહિદ અબ્દુલ્લા સપ્ટેમ્બરમાં ચાર્જ સંભાળશે. હહિદ અબ્દુલ્લાની જીત પર ભારતે ભારે ખુશી વ્યક્ત કરી છે. અબ્દુલ્લા શાહિદ યુએનજીએ પ્રમુખ વોલ્કન બોજકીરની જગ્યા લેશે, જેમણે તાજેતરમાં કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો સાથ આપ્યો હતો.

કાશ્મીર પર નિવેદન આપ્યા બાદ ભારતે વોલ્કન બોઝકીરને આડે હાથ લીધા હતા. જનરલ એસેમ્બલીના વર્તમાન પ્રમુખ અને તુર્કીના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન વોલ્કન બોઝકિરે સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દો જોરશોરથી ઉઠાવવા પાકિસ્તાની તરફેણ કરી હતી, જે અંગે ભારતે આકરી પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રના અધ્યક્ષનું આ પ્રકારનું નિવેદન અનિચ્છનીય છે. આ તેમના કદને ઘટાડે છે. હવે વોલ્કન બોજકીરની વિદાય અને યુએનજીએના પ્રમુખ તરીકે માલદીવના અબ્દુલ્લા શાહિદની ચૂંટણી ભારત માટે રાહતની વાત છે, જ્યારે તે પાકિસ્તાન માટે એક ઝટકા તરીકે જોવામાં આવે છે.

તેથી જ નવી દિલ્હીમાં અબ્દુલ્લા શાહિદની જીતનું ખાસ કરીને સ્વાગત કરવામાં આવ્યું, જ્યાં ભારતીય રાજદ્વારીઓ માલદીવના પક્ષમાં પ્રચાર કરવા માટે પડદા પાછળ કામ કરી રહ્યા હતા. જ્યારે માલદીવે એક વર્ષ પહેલા 76મી મહાસભાના પ્રમુખ પદ માટેના ઉમેદવારની ઘોષણા કરી હતી, ત્યારથી જ ભારત તેમના માટે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતું.

સંયુક્ત રાષ્ટ્રમાં અબ્દુલ્લા શાહિદની જીત ભારત માટે સારી માનવામાં આવી રહી છે. એવી અપેક્ષા છે કે સપ્ટેમ્બર 2022 સુધી સંયુક્ત રાષ્ટ્રમાં શાહિદના રહેવાથી તેમની સાથે ભારતનો સારો તાલમેલ રહેશે. 2022 સુધી ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો સભ્ય રહેશે. તેથી, સંયુક્ત રાષ્ટ્રમાં માલદીવ અને ભારત વચ્ચે સારૂ સંકલન રહેશે.

ભારત અને માલદીવ વચ્ચે સારા રાજદ્વારી સબંધો છે. સૂત્રોના હવાલેથી મળથી માહિતી પ્રમાણે માલદીવ સયુક્ત રાષ્ટ્રમાં ભારતના ઉપસ્થાયી પ્રતિનિધિ નાગરાજ નાયડુને શાહિદના પર્સનલ સેક્રેટરી તરીકે નિમણૂ કરવા માટે ભારતીય મિશન સાથે ચર્ચા કરશે.

આ પ્રથમ વખત છે જ્યારે માલદીવના પ્રતિનિધિ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ બનવા જઈ રહ્યા છે. માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોલિહે આ વિજયને “ભવ્ય” અને “માલદીવ માટેનું સન્માન” ગણાવ્યું. તેથી માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને સ્પીકર મોહમ્મદ નશીદે કહ્યું કે તે નાના ટાપુ અને જળવાયુંના હિસાબે સંવેદશીલ દેશો માટે એક “મહાન દિવસ” છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન