ABVP Students wandering in the university forcibly closing all the buildings and towers
  • Home
  • Featured
  • ABVPની દાદાગીરી: યુનિ.માં તમામ ભવન-ટાવર બંધ કરાવતા વિદ્યાર્થીઓ રઝળ્યા

ABVPની દાદાગીરી: યુનિ.માં તમામ ભવન-ટાવર બંધ કરાવતા વિદ્યાર્થીઓ રઝળ્યા

 | 9:43 am IST
  • Share

  • સુરતમાં ABVPના ગરબા પોલીસે બંધ કરાવતા અહમનો મુદ્દો બનાવી સમગ્ર રાજ્યમાં ધમાલ કરી
  • એબીવીપીએ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માગ સાથે રાજ્યભરમાં કોલેજ બંધનું એલાન આપ્યું હતું.
  • શિક્ષણ બંધનું એલાન આપતા બુધવારે સવારે એબીવીપીના કાર્યકરો ગુજરાત યુનિર્વિસટીમાં પહોંચી ગયા હતા. જ્યાં કે.એસ. સ્કૂલમાં શિક્ષણ કાર્ય બંધ કરાવ્યું હતું. 

 

સુરતમાં એબીવીપીના ગરબાના કાર્યક્રમમાં પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું તેને અહમનો મુદ્દો બનાવીને એબીવીપીએ રાજ્યભરમાં શૈક્ષણિક કાર્ય ખોરવી નાખવાનો શિક્ષણ વિરોધી કાર્યક્રમ આપ્યો હતો. બુધવારે ગુજરાત યુનિર્વિસટીમાં તમામ ભવનો અને ટાવરમાં પણ તમામ કાર્ય બંધ કરાવતા વિદ્યાર્થીઓ રઝળી પડયા હતા. જ્યારે કર્મચારીઓ કામ વગર બેસી રહ્યાં હતા. શિક્ષણ જગતમાં એબીવીપીના કાર્યક્રમની સામે ઉગ્ર ટીકા સાથે નારાજગી પ્રસરી છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિર્વિસટી પરિસરમાં સોમવારે યોજાયેલા ગરબામાં ઉમરા પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ મુદ્દે માથાકૂટ થતાં ઘર્ષણ થયું હતું. જેના પગલે એબીવીપીએ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માગ સાથે રાજ્યભરમાં કોલેજ બંધનું એલાન આપ્યું હતું.

આ મામલો સ્થાનિક હોવા છતાં અને સાચું શું અને ખોટું શું ? તેની પરવા કર્યા વગર રાજ્યમાં શિક્ષણ બંધનું એલાન આપતા બુધવારે સવારે એબીવીપીના કાર્યકરો ગુજરાત યુનિર્વિસટીમાં પહોંચી ગયા હતા. જ્યાં કે.એસ. સ્કૂલમાં શિક્ષણ કાર્ય બંધ કરાવ્યું હતું.

આ જ રીતે કેમ્પસમાં તમામ ડિપાર્ટમેન્ટ શિક્ષણ કાર્ય બંધ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યકરો ટાવરમાં ઘૂસ્યા હતા અને કામકાજ બંધ કરાવ્યું હતું. બુધવારે સવારે 11 થી 2 સુધી યુનિર્વિસટીને બાનમાં લીધી હતી.

ડાયાબીટીસના દર્દી હોય તેવા કર્મચારીઓને ભોજન માટે અંદર પણ જવા દીધા નહોતા. જે અંદર હતા તેમને બહાર નીકળવાની મનાઈ ફરમાવી દીધી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો