gandi baat actress gehana vasisth critical in icu put on ventilator
  • Home
  • Entertainment
  • Bollywood
  • જીવન-મરણની વચ્ચે ICUમાં ઝોલા ખાઈ રહી છે આ હોટ અભિનેત્રી, બોલિવૂડમાં ખળભળાટ!

જીવન-મરણની વચ્ચે ICUમાં ઝોલા ખાઈ રહી છે આ હોટ અભિનેત્રી, બોલિવૂડમાં ખળભળાટ!

 | 4:35 pm IST

ટીવી એક્ટ્રેસ ગહના વશિષ્ઠની તબિયત સારી નથી. તે વેન્ટિલેટર પર છે. ગુરુવારે એક વેબ સિરીઝના શૂટિંગ દરમિયાન સાંજે 4.30 વાગ્યે અચાનક અભિનેત્રી બેહોશ થઈ ગઈ. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને આઈસીયુમાં દાખલ કરાઈ હતી. મળતા સમાચાર મુજબ અભિનેત્રીની હાલત હજુ ગંભીર છે.

રક્ષા હોસ્પિટલના ડોક્ટર પ્રણવ કાબરાએ કહ્યું- ‘ગહના પ્રારંભિક સારવારમાં કોઈ રિસપોન્સ આપી રહી નથી. તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે. કે જેથી તેને પુરતો ઓક્સિજન મળી શકે. તેની હાલત અત્યારે ખૂબ જ ખરાબ છે. તેમને તપાસ હેઠળ રાખી છે.

‘અમને અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર ગહના યોગ્ય પોષણ લીધા વિના લગભગ 48 કલાક શૂટિંગ કરી રહી હતી. અમે સતત તેમની તપાસ કરી રહ્યા છીએ. તે ડાયાબિટીઝથી પણ પીડિત છે, તેનું બીપી ખૂબ ઓછું છે. ડોક્ટરે આગળ કહ્યું- ‘હું હમણાં કંઇ બોલી શકું તેમ નથી અને અમે પરિણામોની રાહ જોઈ રહ્યા છીએ. અમને કહેવામાં આવ્યું કે તેણે થોડું એનર્જી ડ્રિંક્સ લીધું છે. તે ડાયાબિટીઝ અને બીજી કેટલીક બીમારીઓ માટે દવાઓ પણ લેતી હતી. હજી સુધી તે જાણી શકાયું નથી કે તેણે કંઈ ખાધું તેનાથી કોઈ પ્રોબ્લેમ થયો છે કે કંઈ બીજું છે. આપણે બધાએ પરિણામોની રાહ જોવી પડશે.

ગહના સાથે હોસ્પિટલમાં ગયેલા લોકોએ કહ્યું કે, અભિનેત્રી ફક્ત એનર્જી ડ્રિંક્સ જ લેતી હતી. તેણે 36 કલાક સુધી કંઈપણ ખાધું ન હતું. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ગહના હાલમાં વેબ સિરીઝ ડર્ટી ટોકમાં જોવા મળી હતી. તે સ્ટાર પ્લસના શો બહનમાં મુખ્ય ભૂમિકામાં હતી. 2012માં તેણે મિસ એશિયા બિકીની સ્પર્ધાનું ટાઈટલ પણ જીત્યું હતું. તેણે છેલ્લા 5 વર્ષમાં 30થી વધુ સાઉથ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન