Kangana Ranaut react on 'Thalaivi', 'I will enter politics if people want'
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • રાજનીતિમાં આવવાને લઇને કંગના રનૌતે કહી આ વાત, ‘જો લોકો ઇચ્છશે તો…’

રાજનીતિમાં આવવાને લઇને કંગના રનૌતે કહી આ વાત, ‘જો લોકો ઇચ્છશે તો…’

 | 12:47 pm IST
  • Share

પંગા ગર્લ કંગના રણૌત આજકાલ પોતાની ફિલ્મ ‘થલાઇવી’ ને લઇને ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેણે તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જે જયલલિતાની ભૂમિકા ભજવી હતી. રાષ્ટ્રીય હિતને લગતા અનેક મુદ્દાઓ પર અવાજ ઉઠાવનારી કંગના ફિલ્મ થલાઇવીને લઇને એક પ્રેસકોન્ફરન્સમાં હાજર રહી હતી. જ્યાં,  તેણે રાજનીતિમાં આવવાને લઇને વાત કરી હતી. આ દરમિયાન કંગના સાથે ફિલ્મના નિર્માતા વિષ્ણુવર્ધન ઇન્દુરી પણ હાજર હતા.

કંગના રણૌત કોઇપણ મુદ્દાને સોશિયલ મીડિયા પર બિન્દાસ્ત શેર કરે છે. તેના કેટલાક ફેન્સ તેને પસંદ કરે છે અને કેટલાક તેના માટે ટ્રોલ કરે છે. હાલ ‘થલાઈવી’ની રિલીઝ પહેલા એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે,’ શું આ ફિલ્મ કોઈ પણ રીતે રાજકારણમાં પ્રવેશવાની તેમની રીત છે? ‘, તો તેણે તેના મનની વાત કહી દીધી.

જવાબમાં અભિનેત્રીએ કહ્યું, ‘ફિલ્મ ઘણા મલ્ટિપ્લેક્સમાં હિન્દીમાં રિલીઝ નહીં થાય, મલ્ટિપ્લેક્સે હંમેશા નિર્માતાઓને પરેશાન કરવાનો પ્રયાસ કર્યો છે. હું એક રાષ્ટ્રવાદી છું, હું દેશની વાત એટલા માટે નથી કરતી કે હું રાજકારણી છું, પણ એટલા માટે કે હું દેશની નાગરિક છું. હવે રાજકારણમાં આવવાની વાત આવે ત્યારે હું અભિનેત્રી તરીકે ખુશ છું, પરંતુ જો આવતીકાલે લોકો મને પસંદ કરે અને મને સપોર્ટ કરે તો હું ચોક્કસપણે રાજકારણમાં આવવાનું પસંદ કરીશ.

તમિલનાડુના દિવંગત મુખ્યમંત્રી જે. જયલલિતાનું પાત્ર ભજવનાર કંગના માને છે કે આ ફિલ્મ જયલલિતાની સફરથી વધું છે અને તે પુરુષ પ્રધાન સમાજ સાથે જોડાયેલી કોઈપણ માનસિકતાને બદલવાનો પ્રયાસ કરવાની કોશિશ નથી.

‘થલાઇવી’માં દર્શાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિ અંગે લોકોએ વિચાર્યું તે ક્યારેય રાજનેતા નહીં હોય અને આ પ્રકારના અસ્થિર રાજ્યની સાચવણી કરી શકશે નહીં. ન માત્ર મુખ્યમંત્રી બનશે પરંતુ ઘણી ચુંટણી જીતશે. ઘણી વખત હજી રાજનીતિમાં તેમના ગુરૂ કે ગુરૂ એમજીઆરે હંમેશા તેમનું સમર્થન કર્યું. જેથી આ ફિલ્મ જણાવે છે કે કેવી રીતે થોડાક સમય પુરૂષ પણ એક મહિલાના જીવનમાં આગળ વધવા માટે મદદરૂપ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન