Actress Nikita Rawal robbed of Rs 7 lakh at gunpoint in Delhi
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘ડર હતો કે મારી સાથે દુષ્કર્મ…’, અભિનેત્રી સાથે લૂંટારાઓએ કરી બંદૂકની અણી પર 7 લાખની લૂંટ

‘ડર હતો કે મારી સાથે દુષ્કર્મ…’, અભિનેત્રી સાથે લૂંટારાઓએ કરી બંદૂકની અણી પર 7 લાખની લૂંટ

 | 11:19 am IST
  • Share

શહેરમાં દિવસે-દિવસે વધતી જતી લૂટપાટ, મારામારી તેમજ અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. જેમા બોલિવૂડ સ્ટાર્સ સાથે પણ લૂટપાટ જેવા બનાવો બનતા રહે છે. થોડાક દિવસ પહેલા નમસ્તે ઇંગ્લેન્ડની અભિનેત્રી અલંકૃતા સહાયની સાથે ચંડીગઢમાં ધોળા દિવસે લૂટપાટની ખબર સામે આવી હતી. ત્રણેય લૂટારાઓએ ચપ્પુની અણી પર અભિનેત્રી સાથે સાડા 6 લાખ લૂટ્યા હતા. જ્યારે વધુ એક અભિનેત્રી સાથે લૂટપાટ થઇ હોવાની ખબર સામે આવી છે અભિનેત્રી નિકીતા રાવલની સાથે નવી દિલ્હીના શાસ્ત્રી નગરમાં બંદૂકની અણીએ લૂટપાટ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ ઘટના સમયે અભિનેત્રી સાથે આશરે 7 લાખ લૂટી લીધા હતા.

ખરેખર, નિકિતા એક શુટિંગના લઇને રાજધાનીમાં તેના માસીના ત્યાં રહેતી હતી. ઘટનાના સમયે તે ઘરમાં એકલી હતી. નિકીતા મુજબ લૂટારાઓએ ચહેરા પર માસ્ક પહેરેલું હતું. જેથી તે ચહેરો જોઇ શકી નહીં. આ અંગે વાત કરતા અભિનેત્રીએ જણાવ્યું કે માસ્ક પહેરેલા લૂટારાઓએ કથિત રીતે બંધક બનાવી લીધી અને 7 લાખ રૂપિયા લૂટી હતા. મે પોતાને લૂટારાઓથી બચવા માટે એક તિજોરીમાં છૂપાઇ ગઇ હતી. આ મારા જીવનની સૌથી ખરાબ ઘટના હતી. હું હજી પણ આ ટ્રૉમામાંથી બહાર નીકળી શકતી નથી. મને વિશ્વાસ નથી થઇ રહ્યો કે હું જીવતી છું. કારણકે જો હું લડતી હું જ મરી જતી. વધારે ડર એવો હતો કે ક્યાંક તે લોકો મારો રેપ ન કરી દે.

ઉલ્લેખનીય છે કે નિરિતા રાવલ હાલમાં જ ચર્ચામાં આવી હતી. જ્યારે તેણે નિર્માતા રાજ કુંદ્રાની ધરપકડ પર રિએક્ટ કર્યું હતું અને એવું પણ હતું કે શિલ્પા શેટ્ટીનું નામ જરૂરી વગર આ મામલામાં ઘસેડવામાં આવી રહ્યું છે. તેણે કહ્યું હતું કે હતું કે હું રાજકુંદ્રાને કોમન ફ્રેન્ડ્સ દ્વારા જાણું છું, અને એવું પણ કહ્યું કે તેમનાથી 3-4 વખત મળી હતી. આ વાત જાણીને હું દુ:ખી છું.

વધુમાં જણાવી દઇએ કે નિકિતા વર્ષ 2007ની ફિલ્મ મિસ્ટર હૉટ મિસ્ટર કુલ અને 2009ની ફિલ્મ ધ હીરો અભિમન્યુની નજરમાં આવી ચુકી છે. તે સિવાય હવે અપકમિંગ ફિલ્મની વાત કરીએ તો તે રોટી કપડા અને રોમાંસમાં પણ નજરે પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન