Satarupa Pyne Files Police Complaint Against Producer Roshan Garry
  • Home
  • Entertainment
  • Bollywood
  • આ અભિનેત્રીએ કર્યો ધડાકો, ડાયેક્ટર સેટ પર મને અંગ દેખાઈ તેવા ખુલ્લા કપડાં પહેરાવીને…

આ અભિનેત્રીએ કર્યો ધડાકો, ડાયેક્ટર સેટ પર મને અંગ દેખાઈ તેવા ખુલ્લા કપડાં પહેરાવીને…

 | 6:39 pm IST

વેબ સીરીઝ ડી-કોડના નિર્માતા રોશન ગેરી મુશ્કેલીમાં મુકાયા છે. ફિલ્મ કેલેન્ડર ગર્લ્સની અભિનેત્રી સતરૂપા પાયનેએ તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સતરૂપાએ ડી-કોડ વેબ સિરીઝમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પહેલા પણ એક અભિનેત્રીએ રોશન ગેરી પર શોષણના આરોપો નાખ્યા હતાં.

હવે મધુર ભંડારકરની ફિલ્મ કેલેન્ડર ગર્લ્સમાં જોવા મળેલી સતરૂપાએ રોશન ગેરી સામે ઓશીવારા પોલીસ સ્ટેશનમાં પૈસા ન ચૂકવવાની અને શૂટિંગ દરમિયાન પરેશાન કરવાની ફરિયાદ નોંધાવી છે. ઘટસ્ફોટ કરતાં તેણે કહ્યું કે, ઉલ્લુ એપના ડી-કોડના એક ભાગમાં મુખ્ય ભૂમિકા નિભાવવા માટે સજ્જ બનેલી સતરુપાને સેટ પર કોસ્ચ્યુમ ટ્રાયલ વિના કેટલાક અંગ દેખાઈ તેવા ખુલ્લા કપડાં પહેરવાનું કહેવામાં આવ્યું હતું, જો કે બહાદુર અભિનેત્રીએ નમવાની ના પાડી.

અભિનેત્રીએ કહ્યું કે, નિર્માતા રોશન સાથે વ્યવહાર કરવો મુશ્કેલ કામ હતું. એપિસોડના શૂટિંગ દરમિયાન એક ભયંકર અનુભવ હતો કારણ કે મને કોઈ પણ જાતના ટ્રાયલ વગર સ્લીઝી કપડા પહેરવાનું કહેવામાં આવ્યું હતું. મેં તે પણ કરી લીધું. મને અગાઉ કહેવામાં આવ્યું હતું કે તે એક બોલ્ડ શૂટ હશે, હું એ સીન માટે તૈયાર પણ હતી. કારણ કે મેં પહેલાથી જ ‘ફ સે ફંટાસી’ નામની વેબ સિરીઝ કરી હતી, જેમાં કેટલાક કામુક દ્રશ્યો પણ હતા. હતાશ સતરૂપાએ વધુમાં કહ્યું કે, “રોશને મને કોન્ટ્રાક્ટ પેપર ન આપ્યા અને શૂટિંગ પૂરુ થયા પછી પણ તે મારા સુધી ન પહોંચ્યા. વારંવાર પૂછપરછ કરવા છતાં છેલ્લા દિવસના શૂટિંગ સુધી મને ન મળ્યા’

સતરૂપાએ કહ્યું કે ‘હવે લગભગ 90 દિવસ થયા છે અને વારંવાર કોલ કરવા છતાં પણ મારા પૈસા મળ્યા નથી. જેથી મેં ઓશીવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે મારી સામે તેને અનેક વખત ફોન કર્યો હતો, પરંતુ તેણે કોલ ઉપાડ્યો જ નહીં. અંતે પોલીસે કહ્યું છે કે જો મને આ મહિનાની 25મી તારીખ સુધીમાં પૈસા નહીં મળે તો રોશન સામે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવવામાં આવશે. ‘

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન