actress sonam kapoor flaunts flat stomach after pregnancy rumours
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સોનમ કપૂરે તેની ટી-શર્ટ ઉંચી કરી અને પછી..પ્રેગનેન્સીની ખબર અફવા કે હકીકત???

સોનમ કપૂરે તેની ટી-શર્ટ ઉંચી કરી અને પછી..પ્રેગનેન્સીની ખબર અફવા કે હકીકત???

 | 9:48 am IST
  • Share

છેલ્લા કેટલાક દિવસોથી બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર વિશે એવી અફવાઓ ઉડી રહી હતી કે તે ગર્ભવતી છે અને ટૂંક સમયમાં તેના પહેલા બાળકને જન્મ આપશે. જોકે અભિનેત્રીએ તાજેતરમાં જ તેનો લેટેસ્ટ વીડિયો શેર કર્યો અને ફેન્સને સ્પષ્ટ કરી દીધું કે વાસ્તવિકતા શું છે. ગર્ભાવસ્થાની અફવાઓ બાદ અભિનેત્રીએ તેના સપાટ પેટનો આ વીડિયો શેર કર્યો છે.

સોનમ કપૂરે જીમમાં આ વીડિયો રેકોર્ડ કર્યો છે અને તેમાં તે પોતાની ડિઝાઈનર સ્પોર્ટ્સ બ્રા અને સપાટ પેટ બતાવતી જોવા મળે છે. સોનમ કપૂરે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર આ વીડિયો શેર કર્યો છે. અભિનેત્રીની તસવીરો અને વીડિયોને થોડા કલાકોમાં જબરદસ્ત લાઈક્સ મળી છે. જેને તેના ફેન પેજ પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

કોમેન્ટમાં લોકોએ અભિનેત્રીના ફિગરના વખાણ કરી રહ્યા છે. વીડિયોમાં સોનમે ગ્રે લેગિંગ્સ પહેરી છે, જે મેચિંગ સ્પોર્ટ્સ બ્રા અને ટી-શર્ટ સાથે મેચ થાય છે. તે તેના ટોન્ડ મિડ્રીફ અને હિપ્સને ફ્લોન્ટ કરવા માટે પોતાનું ટી-શર્ટ ઉચી કરીને બતાવી રહી છે. અભિનેત્રીએ તેની કમર પર ગોલ્ડન કલરની બેલી ચેઇન પણ પહેરી હતી.

તમને જણાવી દઈએ કે સોનમ કપૂર ગયા મહિને ભારત પરત આવી હતી અને એરપોર્ટ પર તેના પિતા અનિલ કપૂર સાથે જોવા મળી હતી. તેમની તસવીરો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ હતી. એરપોર્ટ પર સોનમ કપૂરનો લુક જોયા બાદ ફેન્સે તેની પ્રેગ્નેન્સી વિશે અટકળો લગાવવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ તેના આ લેટેસ્ટ વીડિયોએ બધું સ્પષ્ટ કરી દીધું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો