Add in besan with turmeric this thing, the skin will also be dull and the stain will also disappear
  • Home
  • Fashion & Beauty
  • ચણાના લોટ, હળદર અને આ વસ્તુ, ત્વચા થશે ધોળી અને ડાઘ પણ ગાયબ

ચણાના લોટ, હળદર અને આ વસ્તુ, ત્વચા થશે ધોળી અને ડાઘ પણ ગાયબ

 | 10:11 am IST

ત્વચાને લગતી સમસ્યાને લઇને છોકરીઓ સહિત મહિલાઓ પરેશાન રહે છે. કેટલીક વખત શ્યામ ચહેરો, ખીલ તેમજ ખીલના કારણે થયેલા ડાઘને દૂર કરવા અવનવા પ્રયોગ કરતા રહે છે પરંતુ કોઇ ફરક પડતો નથી તો આજે અમે તમારા માટે એક ઉપાય લઇને આવ્યા છીએ ખાસ કરીને તમે ચણાના લોટ અને હળદરનો ઉપયોગ કર્યો હશે પરંતુ તેમા તમે આ બે વસ્તુ ઉમેરશો તમારી ત્વચા ચમકી જશે.

સામગ્રી

2 ચમચી બેસન
1/2 ચમચી હળદર
1 ચમચી બદામનું તેલ
1 ચમચી કાચું દૂધ

બનાવવાની રીત

એક બાઉલમાં 2 ચમચી બેસન તેમજ અડધી ચમચી હળદર લો. પછી તેમાં 1 ચમચી બદામનું તેલ નાખીને ભેળવી લો. આ મિશ્રણને પેસ્ટના રૂપમાં તૈયાર કરીને તેમાં થોડું કાચું દૂધ નાખો. ધ્યાન રહે કે, દૂધની આવશ્યકતા અનુસાર નાખો. વધારે દૂધ નાખવાથી મિશ્રણ પાતળું બની જાય છે. હવે આ પેસ્ટને તમારા ચહેરા તેમજ ગરદન પર લગાવો. ત્યારબાદ તેને 20 મિનીટ માટે સુકાવા દો અને પછી તમારા ચહેરાને ઠંડા પાણી વડે ધોઇ લો.

આ પણ જુઓ : અમદાવાદમાં BRTS બસે સર્જેલા અકસ્માતને પગલે ઠેર ઠેર વિરોધ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન