Adolescents are better at social skills than dating: study
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • શું તમે જાણો છો? ડેટિંગ ન કરતા તરુણો આ કામમાં હોય છે ખૂબ જ હોશિયાર

શું તમે જાણો છો? ડેટિંગ ન કરતા તરુણો આ કામમાં હોય છે ખૂબ જ હોશિયાર

 | 12:51 pm IST
  • Share

એક સંશોધન મુજબ આવા તરુણો ડિપ્રેશનથી બચી શકે, જે તરુણો ડેટિંગ નથી કરતા તેઓ સોશિયલ સ્કિલમાં વધુ પાવરધા હોય છે તેમજ તેઓ ડિપ્રેશનથી પણ બચી શકે છે. ર્જ્યોજિયાની યુનિર્વિસટીની ટીમે કરેલા એક સંશોધનમાં જણાવ્યું હતું ડેટિંગથી દૂર રહેતા તરુણોમાં અન્ય પ્રતિભા ખીલી ઊઠે છે અને તેઓ ડિપ્રેશનથી દૂર જ રહે છે. અભ્યાસના તારણમાં જણાવાયું છે કે તરુણોને ડેટિંગ ન કરવાની સલાહ આપવી જરૂરી છે.

સંશોધકોની ટીમે છઠ્ઠીથી ૧૨મી ગ્રેડમાં અભ્યાસ કરતા ૬૦૦ વિદ્યાર્થીઓનો સર્વે કર્યો હતો. આ સર્વેમાં જણાયું હતું કે ૧૫થી ૧૭ વર્ષની વયના મોટાભાગના તરુણોએ રોમાંસનો અનુભવ કરી લીધો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આવા અનુભવ કર્યા હોવાથી મોટા ભાગના સંશોધકો આ બાબતને સામાન્ય માનતા થયા હતા. ૨૦૧૫માં કરાયેલા એક સર્વેમાં જણાયું હતું કે ૩૫ ટકા તરુણોએ ડેટિંગ અને રોમાંસના અનુભવ કર્યા હતા જ્યારે ૧૭ ટકા તરુણોએ જણાવ્યું કે તેઓ હાલ રિલેશનશિપમાં છે. જોકે ૨૦૧૭માં અમેરિકામાં આ સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો.

સંશોધકોના મતે જાતીય શિક્ષણને કારણે તરુણો નાની વયે સેક્સ સંબંધો ટાળતા થયા હતા. સંશોધનમાં ડેટિંગ ન કરતા તરુણોને અન્ય ક્ષેત્રમાં વધુ સફળતાઓ મળતી હોવાનું જણાયું હતું. ખાસ કરીને શિક્ષણમાં તેઓ ડેટિંગ કરતા તરુણોથી આગળ હતા. ઉપરાંત તેમનામાં ડિપ્રેશનના પણ કોઈ લક્ષણો નહોતા જણાયા. સંશોધનના મુખ્ય લેખક ડો. બ્રૂક ડગ્લાસે સલાહ આપી છે કે સ્કૂલોએ તેમના શિક્ષણમાં તરુણોને ડેટિંગના પરિણામ તેમજ ડેટિંગ ન કરવાના લાભ વિશે માહિતગાર કરવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન