Afghan Commander Shocking Expose over Danish Siddiqui Death
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દાનિશને ગોળી મારીને તાલિબાનીઓએ માથું ગાડી વડે કચડ્યું, અફઘાન કમાંડરે જણાવી હત્યાની ડરામણી કહાની

દાનિશને ગોળી મારીને તાલિબાનીઓએ માથું ગાડી વડે કચડ્યું, અફઘાન કમાંડરે જણાવી હત્યાની ડરામણી કહાની

 | 2:32 pm IST
  • Share

પુલિત્ઝર એવોર્ડ વિજેતા ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દિકીના મોતનું કારણ અત્યાર સુધી અફઘાન સેના અને તાલીબાનીઓના હુમલામાં ગોળી વાગવાને કારણે માનવામાં આવી રહ્યું છે. તેમના ડેથ સર્ટિફિકેટમાં પણ ગોળી વાગવાથી મોતનું કારણ બની રહ્યું છે. પણ હવે જે જાણકારી સામે આવી છે જે ડરામણી છે. તાલિબાનના આતંકીઓએ દાનિશને ફક્ત ગોળી જ નહીં પણ તેનું માથું ગાડી વડે કચડી નાખ્યું હતું.

અફઘાની સેનાના કમાન્ડર બિલાલ અહમદે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં દાનિશની હત્યાની ડરામણી હકીકત વર્ણવી હતી. તેણે કહ્યું કે, તાલિબાનીઓએ કઈ હદ સુધી લાશ સાથે બર્બરતા આચરી હતી. અફઘાન કમાન્ડરે જણાવ્યું કે, તાલિબાનીઓએ તેની લાશને સાથે એટલા માટે બર્બરતા આચરી કેમ કે દાનિશ ભારતીય હતો અને તાલિબાની ભારતથી નફરત કરે છે.

દાનિશ સિદ્દિકીની હત્યા 16 જુલાઈએ કરવામાં આવી હતી. અત્યાર સુધી તેમના મોતને લઈને જણાવાઈ રહ્યું છે કે અફઘાન સેના અને તાલિબાન વચ્ચેની અથડામણમાં તેને ગોળી મરાઈ હતી. પાકિસ્તાનની બોર્ડર પાસેના સ્પિન બોલ્ડક શહેરના બજાર પર અફઘાન સેનાએ જ્યારે ફરીથી પોતાનું નિયંત્રણ સ્થાપવાનો પ્રયાસ કર્યો ત્યારે તાલિબાન સાથે તેઓની અથડામણ થઈ ગઈ હતી. અને અફઘાન અધિકારીની સાથે દાનિશ સિદ્દિકીનું પણ મોત નિપજ્યું હતું.

પણ હવે જે જાણકારી સામે આવી છે તે ડરામણી છે. બિલાલ અહમદ છેલ્લા 5 વર્ષોથી અફઘાન સેના સાથે જોડાયેલો છે. તેણે કહ્યું કે, પહેલાં તાલિબાનીઓએ દાનિશને ગોળી મારી હતી. પણ જેવું તેઓને ખબર પડી કે તે ભારતીય છે તો તેના માથા પર કાર ચઢાવી દીધી. જ્યારે તેઓને સારી રીતે ખબર હતી કે દાનિશનું મોત થઈ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન