Afghanistan won't have picture like this: Amrullah Saleh attacks Pakistan
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અફઘાનિસ્તાને શેર કરી ભારત સાથે જોડાયેલી એવી તસવીર, પાકિસ્તાનીઓની ઉંઘ થઇ ગઇ હરામ

અફઘાનિસ્તાને શેર કરી ભારત સાથે જોડાયેલી એવી તસવીર, પાકિસ્તાનીઓની ઉંઘ થઇ ગઇ હરામ

 | 9:23 am IST
  • Share

તાલિબાનનું સમર્થન કરી રહેલા પાકિસ્તાન પર અફઘાનિસ્તાનના ઉપ રાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે એવો કટાક્ષ કર્યો છે કે પાકિસ્તાનીઓને કેટલાંય દિવસ સુધી ઉંઘ આવશે નહીં. સાલેહે ભારતીય સેનાની સામે પાકિસ્તાની સેના સરેંડર કરી રહ્યું છે તેની તસવીર શેર કરી છે. આ તસવીરને શેર કરતાં તેમણે લખ્યું છે કે અમારા ઇતિહાસમાં કયારેય આવી તસવીર નથી અને ના કયારેય હશે. આપને જણાવી દઇએ કે પાકિસ્તાન સંપૂર્ણ કોશિશમાં લાગ્યું છે કે અફઘાનિસ્તાન પહેલાંની જેવી સ્થિતિમાં પહોંચી જાય, તેના માટે તેઓ તાલિબાનનું સમર્થન કરી રહ્યા છે.

Salehએ લખ્યું છે Tweetમાં

અફઘાનના ઉપ રાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે તસવીર ટ્વીટ કરતાં લખ્યું છે કે અમરા ઇતિહાસમાં કયારેય એવી તસવીર નથી અને ના તો કયારેય હશે. હા ગઇકાલે થોડીકક્ષણ માટે એ સમયે હલી ગયા હતા જ્યારે ઉપરથી પસાર થયેલા રોકેટ થોડાંક મીટરના અંતર પર પડ્યા હતા. પાકિસ્તાનના પ્રિય ટ્વિટર હુમલાખોરો, તાલિબાન, અને આતંકવાદ તમારા આ ઘા પર મલમ લગાવશે નહીં, જે ઘા તમને આ તસીવર દ્વારા મળ્યા હશે. બીજો કોઇ રસ્તો શોધો.

1971ના જંગ બાદની તસવીર

સાલેહે જે તસવીર શેર કરી છે તે 1971ના જંગમાં પાકિસ્તાનને ભારતના હાથે મળેલી હારની છે. ભારત સામે બહુ ખરાબ રીતે પછડાટ બાદ પાકિસ્તાને પોતાની હાર માની લીધી હતી. એ સમયે પાકિસ્તાનના 80 હજારથી વધુ સૈનિકોએ ભારતની સામે આત્મસમર્પણ કરી દીધું હતું. ત્યારબાદ પાકિસ્તાન આર્મી ચીફે ભારતીય સેના પ્રમુખની સામે સરેંડરના કાગળિયા પર હસ્તાક્ષર કર્યા હતા. પાકિસ્તાનની હાર સાથે જોડાયેલી આ તસવીરને શેર કરીને અફઘાની રાષ્ટ્રપતિએ કટાક્ષ કર્યો છે. સ્વાભાવિક છે કે જૂના ઘા તાજા કરવાની આ કોશિશથી પાકિસ્તાનને મરચાં લાગ્યા હશે અને તેને ઇર્ષા થોડાંક સમયમાં ખત્મ થવાની નથી.

Rocket Attackમાં પાકિસ્તાનનો હાથ!

અફઘાનિસ્તાનથી અમેરિકન સૈનિકોની વાપસી બાદ તાલિબાન બેકાબૂ થઇ ગયું છે. તેણે દેશના મોટાભાગના હિસ્સા પર કબ્જો કરવાનો દાવો કર્યો છે. પાકિસ્તાન પણ તાલિબાનના હાથ મજબૂત કરવામાં લાગ્યું છે, જેથી કરીને અફઘાનિસ્તાનમાં પગ જમાવી શકાય. તાજેતરમાં તાલિબાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં રાષ્ટ્રપતિ આવાસને નિશાન બનાવાની કોશિશ કરી હતી અને ત્રણ રોકેટ છોડ્યા હતા. અફઘાનને લાગે છે કે આ હુમલાની પાછળ પણ પાકિસ્તાનનો હાથ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન