After Bonnie Kapoor, Pooja Gaur and Kirthi Suresh are also covid positive
  • Home
  • Entertainment
  • Bollywood
  • બોની કપૂર બાદ પૂજા ગૌર અને કીર્થિ સુરેશ પણ કોવિડ પોઝિટિવ

બોની કપૂર બાદ પૂજા ગૌર અને કીર્થિ સુરેશ પણ કોવિડ પોઝિટિવ

 | 10:56 pm IST
  • Share

  • દક્ષિણની અભિનેત્રી કીર્થિ સુરેશ કોવિડ19 પોઝિટિવ આવી  

  • ફિલ્મમેકર વસન બાલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા

  • કોરોના પોઝિટિવ આવી છું અને હોમ આઇસોલેશનમાં છું : પૂજા ગૌર 

કોરોનાના કહેરે મનોરંજન ઇન્ડસ્ટ્રીઓની સેલિબ્રિટીઓ બોની કપૂર, પૂજા ગૌર અને દક્ષિણની અભિનેત્રી કીર્થિ સુરેશ પણ ઝપેટમાં આવી છે. બોની કપૂર એક ફિલ્મ વલમાની ફાઇનલ પોસ્ટ પ્રોડક્શન માટે ચેન્નઇ ગયા છે. જ્યા તેઓ કોરોનાગ્રસ્ત થયા છે. હાલ તેઓ કોરન્ટાઇનમાં છે અને આ પછી પણ ચેન્નઇ જ રહેવાના છે.  

દક્ષિણની અભિનેત્રી કીર્થિ સુરેશ કોવિડ19 પોઝિટિવ આવી છે. તેણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, કોરોનાને લગતી દરેક ગાઇડલાઇનનું પાલન કર્યા પછી પણ જે રીતે આ વાઇરસ ફેલાઈ રહ્યો છે તે ઘણું ડરામણું છે. મારામાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા છે. હાલ હું આઇસોલેશનમાં છે સુરક્ષિત દેખભાળમાં છું. જે લોકો થોડા દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ પોતાની મેડિકલ ટેસ્ટ કરાવી લે. તમે સહુ પણ કોવિડ સુરક્ષાના નિયમોનું પાલન કરશો અને સુરક્ષિત રહેશે. હું જલદી જ કોરોનાને માત આપીશ તેવો મને વિશ્વાસ છે.

ફિલ્મસર્જક વસન બાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે આમિર, મર્દ કો દર્દ નહીં હોતા, રમન રાઘવ, 2.0 જેવી ફિલ્મોની વાર્તા લખી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર કોરોના વાઇરલના સપાટામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે પોસ્ટમાં લખ્યું કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેં સ્વયંને આઇસોલેટ કર્યો છે. મને ગળામાં તકલીફ છે, ઉઘરસ, શરદી અને તાવ આવી રહ્યો છે. હું આરામ કરી રહ્યો છું

પ્રતિજ્ઞા જેવી હિટ સિરિયલની લીડ એક્ટ્રેસ પૂજા ગૌર કોરોના પોઝિટિવ આવી છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર શેર કરીને જણાવ્યું કે હું કોરોના પોઝિટિવ આવી છું અને આઇસોલેશનમાં છું. દરેક લોકો ધ્યાન રાખો અને સ્વસ્થ રહો. પૂજા ગૌૈરના ફેન્સે પણ આ પોેસ્ટ પર કમેન્ટ કરીને તેને ફરીથી સ્વસ્થ થઈ જવા માટે શુભેચ્છા પાઠવી છે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો