After Corona's entry, every other Gujarati eats 'government food'
  • Home
  • Ahmedabad
  • કોરોનાની એન્ટ્રી પછી દરેક બીજો ગુજરાતી ‘સરકારી અનાજ’ ખાય છે

કોરોનાની એન્ટ્રી પછી દરેક બીજો ગુજરાતી ‘સરકારી અનાજ’ ખાય છે

 | 3:42 am IST
  • Share

  • સરકારી રેકોર્ડના આંકડાથી સ્પષ્ટ થતું સગેવગેનું કૌભાંડ

  • સેકન્ડ વેવ પછી મફત અનાજ લેનારાની સંખ્યા 13 લાખ 

 

ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી પછી દરેક બીજો ગુજરાત સરકારી અનાજ મેળવી રહ્યો છે. રાજ્યની વસ્તી 6.50 કરોડ આસપાસની છે. તેમાંથી 3 કરોડ 30 લાખ 24 હજાર અને 881 નાગરીકોને સાવ મફતમાં પ્રતિ વ્યક્તિએ પાંચ કિલો ઘઉં- ચોખાનું વિતરણ કર્યાનો દાવો ભારત સરકાર સમક્ષ ગુજરાતે કર્યો છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ કોરોનાની શરૂઆતમાં વર્ષ 2020ના એપ્રિલથી નવેમ્બર વચ્ચે ગુજરાતમાં 3.17 કરોડથી વધુ નાગરીકોને 12.76 લાખ મેટ્રીક ટન અન્ન અને 65 લાખથી વધુ નાગરીકોને 50,026 મેટ્રીક ટન દાળનું મફત વિતરણ કરવામાં આવ્યુ હતુ.

આ સંખ્યા કોવિડ- 19ના સેકન્ડ વેવ બાદ આૃર્યજનક રીતે વધી ગઈ છે. સરકારનોે દાવો છે કે, જૂલાઈથી ઓક્ટોબર દરમિયાન 3 કરોડ 30 લાખ 24 હજાર 881ને મફત અનાજ આપ્યુ છે. જે મફત અનાજ વિતરણની શરૂઆત કરતા 13 લાખ વધારે છે. રાજ્યની ભાજપ સરકારે કોરોનાકાળમાં રૂ.1200 કરોડથી વધારે અનાજનું મફત વિતરણ કર્યાનુ વારંવાર જાહેર કર્યુ છે.

આ દાવા સામે વિપક્ષ સહિત નાગરીક અધિકાર અને ટેક્સના ઉપયોગ ક્ષેત્રે કાર્યરત અનેક સ્વૈચ્છીક સંગઠનોએ સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડો થયાની ફરિયાદો કરી છે. એટલુ જ નહિ, સુરત સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં 100 કરોડથી વધારે મૂલ્યનું અનાજ બારોબાર વેચી દેવાના કિસ્સા પણ પોલીસે પકડયા છે.

તેવામાં સરકાર દ્વારા પ્રસિધ્ધ દસ્તાવેજમાં જાહેર થયેલા આંકડા કૌભાંડ થયાની સાબિત કરી રહ્યા છે. કારણ કે, કોરોનાકાળમાં અધિકાંશ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મધ્યમ- સમૃધ્ધ પરીવારોએ ગરીબોના અધિકારનું અનાજ લીધુ જ નથી !

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો