after New Zealand England also canceled the Pakistan tour
  • Home
  • Sports
  • Cricket
  • પાકિસ્તાનને વધુ એક ઝાટકો: ન્યૂઝીલેન્ડ બાદ ઇંગ્લેન્ડની ટીમે પણ પ્રવાસ રદ્દ કર્યો

પાકિસ્તાનને વધુ એક ઝાટકો: ન્યૂઝીલેન્ડ બાદ ઇંગ્લેન્ડની ટીમે પણ પ્રવાસ રદ્દ કર્યો

 | 9:59 pm IST
  • Share

ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનને મોટો ઝાટકો આપ્યો છે. ઇંગ્લેન્ડની મહિલા અને પુરૂષ ટીમને આગામી મહિને પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો હતો. પરંતુ તેમણે માનસિક દબાણ અને હાલની પરિસ્થિતિને જોતા પ્રવાસ રદ્દ કરી નાંખ્યો છે. આ પહેલા ન્યૂઝીલેન્ડની ટીમે પણ સુરક્ષા કારણોસર પાકિસ્તાનનો પ્રવાસ શરૂ થવાના થોડા સમય પહેલા જ પ્રવાસ રદ્દ કરી નાંખ્યો હતો. આ દરમિયાન પીસીબીએ સ્પષ્ટતા કરી છે કે, તેઓ પોતાની ઘરેલુ મેચ ન્યૂટ્રલ વેન્યુ પર નહીં રમે.

ઇસીબી તરફથી જાહેર કરાયેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ વર્ષે ટી-20 વર્લ્ડ કપને જોતા અમે અભ્યાસ મેચ રમવા માટે સહમત થયા હતા. સાથે જ મહિલા ટીમને પણ પ્રવાસ કરવાનો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું,’અમારા માટે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનું માનસિક અને શારિરીક સ્વાસ્થ્યની પ્રાથમિક્તામાં સામેલ છે. હાલની સ્થિતિમાં આ વધારે મહત્વપૂર્ણ છે. અમને ખબર છે કે ત્યાં જવાને લઇ ચિંતાઓ છે’.

ECB એ કહ્યું કે ત્યાં જવાથી ખેલાડીઓ પર દબાણ વધશે. કોરોનાને કારણે ખેલાડીઓ પહેલાથી જ તણાવમાં છે. આવા સંજોગોમાં ટી-20 વર્લ્ડકપ પહેલા તૈયારી કરવી યોગ્ય સ્થિતિ નહીં હોય. વર્લ્ડકપમાં સારૂં પ્રદર્શન કરવું એ અમારી પ્રાથમિકતા છે. તે જાણીતું છે કે ઇંગ્લેન્ડે 2019માં વન-ડે વર્લ્ડકપનું ટાઇટલ જીત્યું છે. આવી સ્થિતિમાં ટીમ ટી-20 વર્લ્ડકપમાં પણ આ પ્રદર્શન જાળવી રાખવા ઈચ્છશે.

ઇંગ્લેન્ડએ પાકિસ્તાન પ્રવાસ રદ કરવાથી બીસીસીઆઇને રાહત મળી હશે. કારણ કે IPLમાં રમી રહેલા 10માંથી 9 અંગ્રેજ ખેલાડીઓ પાકિસ્તાન શ્રેણીને કારણે પ્લેઓફ મેચમાં રમી શક્યા ન હતા. તે તમામ ટીમો માટે મોટો ઝટકો હતો. પરંતુ તેઓ હવે નોકઆઉટ મેચમાં પ્રવેશ મેળવી શકશે. ઇંગ્લેન્ડનો કેપ્ટન ઇયોન મોર્ગન કેકેઆરની કેપ્ટનશીપ કરી રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો