After reading the written statement, Vijay Rupani stated why he resigned
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગુજરાતના ‘સંવેદનશીલ’ CMએ કેમ આપ્યું રાજીનામું? લેખિત નિવેદન વાંચીને વિજય રૂપાણીએ જણાવ્યું

ગુજરાતના ‘સંવેદનશીલ’ CMએ કેમ આપ્યું રાજીનામું? લેખિત નિવેદન વાંચીને વિજય રૂપાણીએ જણાવ્યું

 | 4:19 pm IST
  • Share

રાજ્યનાં CM રૂપાણીએ પોતાના પર પરથી અચાનક રાજીનામું આપતા ખળભળાટ મચી ગયો છે. તેમણે રાજીનામું આપતી વખતે જણાવ્યું કે તેમણે ક્યાં કારણોસર રાજીનામું આપ્યું છે, વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાતની વિકાસયાત્રામાં યોગદાનનો મોકો મળ્યો. સાથે તેમણે કહ્યું કે, જવાબદારી આપવા માટે પીએમ મોદીનો આભાર માનું છું.

રાજીનામુ આપતી વખતે વિજય રૂપાણીએ લેખિત નિવેદન વાંચતા કહ્યું કે, ભાજપે મને ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની મોટી જવાબદારી આપી. મે આ જવાબદારી સારી રીતે નિભાવતા મારા કાર્યકાળમાં દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે વિશેષ માર્ગદર્શન મળતુ રહ્યું. પીએમ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે વિકાસમાં હરણફાળ ભરી છે.

વિજય રૂપાણીના પ્રેસ કોન્ફરન્સમાં ભૂપેન્દ્ર યાદવ પણ હાજર રહ્યા હતા, તેમણે કહ્યું કે, મારૂ માનવુ છે કે, ગુજરાતની આ વિકાસયાત્રા પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં નવા નેતૃત્વની સાથે નવા ઉત્સાહ, નવી ઉર્જાની સાથે આગળ વધવી જોઈએ. આ ધ્યાનમાં રાખીને મે ગુજરાતના સીએમ પદેથી રાજીનામુ આપ્યું છે.

રાજીનામું આપતી વખતે વિજય રૂપાણી કહ્યું કે, સંગઠન અને વિચારધારા આધારિત પાર્ટી હોવાને કારણે ભારતીય પાર્ટીની પંરપરા છે કે, સમયની સાથે સાથે કાર્યકરોની જવાબદારી પણ બદલાતી રહે છે. આ અમારી પાર્ટીની વિશેષતા છે કે, જે જવાબદારી પાર્ટી દ્વારા આપવામાં આવે છે, પૂરા મનથી પાર્ટીના કાર્યકર્તા કામ કરે છે. મુખ્યમંત્રી તરીકે મળેલી જવાબદારી નિભાવ્યા બાદ હવે મે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે અને પાર્ટીના સંગઠનમાં નવી ઉર્જા સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હવે મને પાર્ટી દ્વારા જે જવાબદારી મળશે તેની પુરી જવાબદારી સાથે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં અને રાષ્ટ્રીય અધ્યક્ષમાં કામ કરીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન