After Sushant Singh, actress Rani made death threat
  • Home
  • Featured
  • સુશાંત બાદ આ અભિનેત્રીએ લખી પોસ્ટ: હું આત્મહત્યા કરી લઈશ, એક વ્યક્તિ મારી પાછળ પડ્યો છે!

સુશાંત બાદ આ અભિનેત્રીએ લખી પોસ્ટ: હું આત્મહત્યા કરી લઈશ, એક વ્યક્તિ મારી પાછળ પડ્યો છે!

 | 5:46 pm IST

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા હજુ કોઈને ભૂલાય નથી અને એના કેસનો અંત પણ આવ્યો નથી ત્યાં તો એક નવી જ વાત સામે આવી છે. એક એક્ટ્રેસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ભોજપુરી એક્ટ્રેસ રાની ચટર્જીએ તેના ઈન્સ્ટાગ્રામ પર ખુલાસો કર્યો છે કે, એક વ્યક્તિ વર્ષોથી તેને હેરાન કરી રહ્યો છે. તેણે લખ્યું કે, હું ડિપ્રેશનમાં છું અને આત્મહત્યા કરી લઈશ.

રાનીએ લખ્યું કે, હું ખૂબ ડિસ્ટર્બ થઈ ચુકી છું. દરેક વખતે પોઝિટિવ બની રહેવાની વાત કરું છું પરંતુ હવે નથી થતું. આ વ્યક્તિ વર્ષોથી મારા અંગે ફેસબુક પર ગંદી ગંદી વાતો લખી રહ્યો છે. ધનજંય સિંહ નામના વ્યક્તિ પર રાનીએ ગુસ્સો વ્યક્ત કર્યો છે. રાનીએ આગળ લખ્યું કે, “હું જાડી છું. હું વૃદ્ધ છું કે હું કોઈ કામ કરું છું તો તે ગંદી વાતો લખે છે. લોકો મને આ બધું મોકલીને ઈગ્નોર કરવાનું કહે છે. હવે ઈગ્નોર થઈ શકે તેમ નથી. મુંબઈ પોલીસને મારી વિનંતી છે કે જો મને કંઈ થાય તો તેનો જવાબદાર ધનંજય સિંહ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન